પાદરિયાના સીમરખા પાસેથી આઠ જીવતા કારતૂસ અને રિવોલ્વર મળ્યા હતા
સીમરખાના ત્રણ દિવસના રિમાન્ડ
ભરૂચ તાલુકાના પાદરિયા ગામેથી પોલીસે દેશી બનાવટની રિવોલ્વર તેમજ ૮ જીવતાં કારતૂસ સાથે ઇબ્રામિશા દિવાનની ધરપકડ કરી હતી. બુધવારે અદાલતે તેના તા.૪ સુધીના રિમાન્ડ મંજુર રાખ્યા હતાં.
ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સપેક્ટર એમ પી ભોજાણીએ મંગળવારે સમી સાંજે માહિતીના આધારે ભરૂચ તાલુકાના પાદરીયા ગામેથી ઇબ્રાહિમશા દિવાન નામના શખ્સને એક દેશી બનાવટની રિવોલ્વર તેમજ ૮ જીવતાં કારતૂસ સાથે ઝડપી પાડ્યો હતો. અદાલતે તેના ત્રણ દિવસના તા. ૪ સુધીના રિમાન્ડ મંજુર રાખ્યા હતાં.
પોલીસ ઈન્સ્પેકટર ભોજાણીએ જણાવ્યું હતું કે, ઇબ્રાહિમશા દિવાનના કહેવા પ્રમાણે તેણે આશરે ૬-૭ વર્ષ પહેલાં કરજણના હમીદ નામના એક શખ્સ પાસેથી લીધી હતી. ઉપરાંત રિવોલ્વર રાખવા કારણ અંગે તેણે ઉમેર્યું હતું કે, તે સીમરખાનું કામ કરતો હોઇ રાત્રિના સમયે જંગલી પ્રાણીઓ તેમજ દુશ્મનો સામેથી રક્ષણ મેળવવા રિવોલ્વર રાખી હતી. જો કે રિમાન્ડ બાદ જ સાચી વાત બહાર આવશે.