દાનહ દપાડા પટેલાદના વાસોણા ગામે રહેતી સગીરાએ પડોશમાં રહેતા અને બે સંતાનના પિતાએ બળાત્કાર કર્યો હોવાનો આરોપ મુકતી ફરિયાદ મંગળવારે થતાં પોલીસે અટક કરી મેડિકલ રિપોર્ટની તજવીજ હાથ ધરી હતી.
વાસોણા સ્થિત વાડૂ ફળિયામાં રહેતી ૧૬ વર્ષની સગીરાએ પાડોશી પર જાતિય શોષણનો આરોપ લગાવ્યો હતો. પાડોશી ૨૦ વર્ષના બે સંતાનનો પિતા દોઢ વર્ષથી રખોલીની ભિલોશા કંપનીમાં સગીરા સાથે નોકરી કરતો હતો. પોલીસે ફરિયાદ મુજબ ઇપીકો કલમ ૩૭૬ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.