Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Daxin Gujarat >> Latest News >> City Bhaskar Surat
 

રાહુલ રાજ મોલનો બે મહિના બાદ પ્રારંભ

 
Source: Bhaskar News, Surat   |   Last Updated 3:03 AM [IST](13/08/2010)
 
 
 
 
 

રાહુલ રાજ ટેક્સટાઈલ સિટીના પીપલોદ ખાતે આકાર લઈ રહેલા નવા પ્રોજેક્ટ રાહુલ રાજ મોલનો ૧૦મી ઓક્ટોબરથી શહેરના લોકો માટે ખુલ્લો થશે. મોલમાં શોપીંગની સાથે ફિલ્મ માણવાનો અનેરો આનંદ ૧ નવેમ્બરથી ઉઠાવી શકશે. ૪ લાખ સ્કવેર ફૂટ જેટલી વિશાળ જગ્યામાં ફેલાયેલા આ મોલમાં બ્રાન્ડેડ કંપનીને અપાયેલી શોપને ૧૪મી ઓગષ્ટને શનિવારે સાંજે જગ્યા ફાળવવામાં આવશે.


શહેરના લોકો માટે પીપલોદ સ્થિત આકાર લઈ રાહુલ રાજ મોલનો આશરે બે મહિનાના સમયગાળા બાદ નવરાત્રીના ત્રીજા દિવસે ૧૦મી ઓક્ટોબરે પ્રારંભ થશે. ઉપરાંત આઠ સ્ક્રીન ધરાવતા પીવીઆર થિયેટરનો પ્રારંભ એક નવેમ્બરથી થશે. ૮૫ કરોડના ખર્ચે તૈયાર થયેલા ચાર લાખ સ્કેવર ફુટમાં ફેલાયેલા આ મોલમાં ૨૪૫ જેટલી દુકાનો તૈયાર થયેલી છે. જેમાં બ્રાન્ડેડ શોપ, ફાસ્ટફૂડથી સહિત દરેક મોટાભાગની શોપીંગ કરી શકાશે.


આ અંગે મળેલી પત્રકાર પરિષદમાં રાહુલ રાજ ટેક્સટાઈલના ડિરેક્ટર રાજ શાહે જણાવ્યું હતું કે રાહુલ રાજ ટેક્સટાઈલ સીટના નવા પ્રોજેક્ટ રાહુલ રાજ મોલ માટે ૧૪મી ઓગષ્ટે સાંજે થિયેટર સહિત મોલમાંની બ્રાન્ડેડ શોપને જગ્યા એલોકેટ કરવામાં આવશે. રાહુલ રાજ મોલ સંપૂર્ણ ગ્રીન અર્થ મોલના કોન્સેપ્ટ તૈયાર થયેલો મોલ છે. ઉપરાંત તેમાં ઉપલબ્ધ ફુડ આઈટમો સંપૂર્ણ વેજીટેરીયન હશે. ઉપરાંત મોલમાં લોકો પોતાના વ્હીકલ સંપૂર્ણ સલામત રાખી શકે તે માટે ટુ બેઝમેન્ટ પાર્કિંગગ ઉપલબ્ધ છે. ઉપરાંત ટૂંક સમયમાં અમારા નવા રેસીડન્ટ પ્રોજેક્ટ ‘હાશ’નો ટૂંક સમયમાં પ્રારંભ થશે.


 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
8 + 7


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.