Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Daxin Gujarat >> Latest News >> Valsad
 

વિરોધ... વિરોધ... વિરોધ... છેવટે બધું મંજુર

 
Source: Bhaskar News, Valsad   |   Last Updated 1:42 AM [IST](31/07/2010)
 
 
 
 
 
વાપી-વલસાડ પાલિકાની શુક્રવારે મળેલી સામાન્ય સભામાં છેવટે શાસક પક્ષે પોતાના બહુમતના જોરે બધું મંજુર કરાવી લીધું હતું.

વિપક્ષી સભ્યોનો અવાજ કે વિરોધની જાણે કે કોઈ અસર જ ન દેખાતાં છેલ્લે કેટલાક કોર્પોરેટરો સભાગૃહમાંથી વોકઆઉટ કરી ગયા હતા

એક માસથી ઉપરાછાપરી વિવાદોમાં ઘેરાયેલી વલસાડ નગરપાલિકાની શુક્રવારે મળેલી સામાન્ય સભામાં છેલ્લી બે સભાની વિવાદાસ્પદ કાર્યવાહી નોંધને સત્તાધારી પક્ષ ભાજપે બહુમતીથી મંજૂર કરી દેતા બળવાખોર જૂથમાં સન્નાટો વ્યાપી ગયો હતો. જેની સામે ઉગ્ર વાંધો નોંધાવી સભામાં હાજર રહેલા બળવાખોર જૂથના સભ્યો વોકઆઉટ કરી ગયા હતા.

પાલિકાની ૨૩મી જૂનના રોજ મળેલી સામાન્ય સભામાં કારોબારી સમિતિની રચનાના મામલે ધાંધલ થતા મુલતવી રખાયેલી આ સભા ૧૯મી જુલાઇના રોજ બોલાવવામાં આવી હતી. જેમાં કારોબારી સહિત ૧૨ સમિતિઓની રચના બળવાખોર જૂથના ભારે વિરોધ અને વોકઆઉટ થયા બાદ બંને સભાની કાર્યવાહી ગેરકાયદે રીતે કરવામાં આવી હોય આ કાર્યવાહી રદ કરવા કલેક્ટર સમક્ષ ઘા નંખાઇ હતી.

દરમિયાન ૩૦મી જુલાઇ શુક્રવારના રોજ ફરજીયાત સામાન્ય સભામાં બંને સભાની કાર્યવાહીને બહાલી આપવાનું કામ હાથ ધરાતા બળવાખોર જૂથના રમેશ પટેલ, જગદીશ રાણા અને સોનલ પટેલે આ કામને બહાલીઆપવા સામે વિરોધ દર્શાવી વાંધો નોંધાવ્યો હતો.
આ મુદ્દે વિપક્ષના રાજુ દેસાઇએ આ કામની બહાલી માટે કરાયેલા કલેક્ટરના હુકમને ટાંકી જેમને વાંધો હોય તેઓ ૩૦ દિવસમાં નિયામક સમક્ષ અપીલ કરી શકે તેવી દલીલ રજૂ કરી હતી.

બળવાખોર જૂથના કુસુમબેન પટેલ સભા છોડી ગયા બાદ આ જૂથના ત્રણ સભ્યોએ પણ વોકઆઉટ કરી દીધો હતો. આ સાથે શાસક પક્ષે કારોબારી સમિતિનો વિવાદ ધરાવતી છેલ્લી બંને સભાની કાર્યવાહીને બહુમતીથી મંજૂરીની મહોર લગાવી હતી. હિસાબી અહેવાલ સામે વિપક્ષે વાંધો રજૂ કર્યો હતો.

ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માના સ્મારક સ્ટેડિયમ રોડ ઉપર મૂકવા સામે વિપક્ષના રાજુ દેસાઇ, ગીરીશભાઇ અને ઇફતેખાર મનીઆરે જગ્યાની પસંદગી સામે વાંધો ઉઠાવ્યો હતો. સ્મારક સામે વાંધો નથી પરંતુ જ્યાં મહાત્મા ગાંધીજીની પ્રતિમા પહેલાથી જ અસ્તિત્વમાં છે તેવી જગ્યાને બદલે અન્ય જગ્યા પસંદ કરવા તેમણે રજૂઆત કરી હતી, પ્રવિણ કચ્છીએ આ વિરોધને દુ:ખદ ગણાવ્યુ હતુ. અંતે પ્રમુખ ભાનુશાલીએ સ્થળ પસંદગી માટે કમિટિની રચના કરી હતી. જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ, સીઓ ગીરીશ દેસાઇ અને રાજુ દેસાઇનો સમાવેશ કરાયો હતો.

વલસાડ પાલિકાના વિવાદી કારભાર સામે સભામાં ઉગ્ર રોષ ઠાલવતા વિપક્ષી કોંગ્રેસ નેતા ગીરીશ દેસાઇએ પાલિકાને સુપરસીડ કરવાની માંગ કરી દીધી હતી. ખુદ ભાજપની મહિલા સભ્ય જયોત્સના પટેલે અને પ્રવિણ કચ્છીએ પણ મોગરાવાડીમાં વરસાદી પાણીનો ભરાવો તથા ભીંડી બજારમાં ગંદકીના મુદ્દે ઉગ્ર રજૂઆત સભામાં કરતા શાસક પક્ષમાં સોપો પડી ગો હતો. વિપક્ષ નેતાએ સત્તાધારી ભાજપ વહીવટમાં નિષ્ફળ ગયો હોવાનો આક્ષેપ કરતા ભાજપના સભ્યોએ તેમનો ભારે વિરોધ કર્યો હતો.

વાપી નગરપાલિકાની શુક્રવારે મળેલી સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા હાલમાં પાણી અને મિલકત વેરામાં પાલિકાએ કરેલા બેફામ વધારા બાદ શહેરીજનો ઉપર વધારેનો બોજો ન નાખવા માટે વાહન વેરાનો એકી સૂરે વિપક્ષે વિરોધ કર્યો હતો. આ ઉપરાંત પાલિકાની વર્ષો જુની બોલેરો જીપ પાછળ મરામત ખર્ચ પેટે લાખો રૂપિયાના ખર્ચ અને મહાત્મા ગાંધી શોપિંગ સેન્ટર જેવા મુદ્દાને લઈને વિપક્ષે સામાન્ય સભા ગજવી હતી.

વાપી પાલિકાના પ્રમુખ રૂદ્રનારાયણ સિંગની અધ્યક્ષતામાં શુક્રવારે મળેલી સામાન્ય સભામાં ૪૧ સભ્યો પૈકી ૩૩ સભ્યો હાજર રહ્યાં હતાં. સામાન્ય સભામાં શાસક પક્ષના કેટલાક સભ્યો હાજર ન રહેતાં વિપક્ષે તેનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો. વિરોધ પક્ષના નેતા નરેન્દ્ર પટેલ, પરેશ દેસાઈ, અભય નહાર તથા અન્ય સભ્યોએ વિરોધ કરતા કહ્યું કે, પાલિકા દ્વારા હાલમાં જ મિલકત અને પાણી વેરા ઉપર અસહ્ય વધારો કર્યો છે.

ત્યારે શહેરીજનો ઉપર વધુ એક વાહનવેરો ઠોકી દેવું ઉચીત નથી. જો કે, સ્વર્ણિમ ગુજરાત અંતર્ગત જુદા જુદા વિસ્તારોમાં ૩૦ આંગણવાડીના મકાન બનાવવા અને પાલિકાના કાયમી કર્મચારીના પેન્શન અને ગ્રેજયુઈટી ફંડમાં વધારા કરવાને મંજુરી અપાઈ હતી.

વાપી પાલિકાની બોલેરો જીપને રીપેર કરવા માટે ૧.૬૦ લાખનાં ખર્ચ કરવા કરતાં આ ગાડીને જાહેર હરાજીમાં વેચી દઈ નવી કાર ખરીદવા વિરોધ પક્ષે રજુઆત કરી હતી. આ ઉપરાંત પાલિકા દ્વારા નવ નિર્મિત થનાર મહાત્મા ગાંધી શોપિંગ સેન્ટરના પ્લાન અને નકશાને નામંજુર કરી દેવામાં આવ્યા હતાં.

આ ઉપરાંત વાપી નગરપાલિકાના તળાવ ઊંડા કરવાની કામગીરીનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો. જો કે, વિરોધ પક્ષે તળાવ ઊંડા કરવા બાબતે એક નીતિ નક્કી કરી તળાવનો સર્વે કરી લેવલ કાઢી તળાવમાંથી કેટલું ખોદવાની જરૂર છે, તેનો એન્જિનીયર પાસે ટેકનીકલ અહેવાલ રજુ કરવા માટે જણાવવામાં આવ્યું હતું. સામાન્ય સભામાં ઉપરોકત મુદ્દા સિવાય વિકાસીય તમામ કાર્યોને મંજુરી આપવામાં આવી હતી.

પાલિકા સભ્ય શિરિષ દેસાઈએ ફરી એક વખત વાપી પાલિકાની ૪૩.૩૫ કરોડની પાણી પુરવઠા યોજનાને ગંભીરતાથી લઈ આ કામગીરી તાત્કાલીક પૂર્ણ કરવા માટે ચીફ ઓફિસરને રજુઆત કરી હતી. જેના જવાબમાં સીઓએ આ યોજનાનો તમામ મંજુર કરી આગામી ૩૦મી સપ્ટેમ્બર સુધી ફલ્ટિરેશન પ્લાન અને પાણી યોજના માટે અન્ય ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ કરવાનું આશ્વાસન
આપ્યું હતું.

વલસાડ પાલિકામાં શું થયું...

વિરોધ
વિપક્ષે પાર્કિંગ નિયમોનો ભંગ અને ચકાસણી તેમજ બાંધકામોનાં સ્થળ ચકાસણી વિના અપાતા કમ્પ્લીશન સર્ટીફીકેટના મામલે શાસક પક્ષને ભીંસમાં લીધો હતો.
ગિરીશ દેસાઈએ ૧૯મીની સભામાં ૨૩ જુનની કારોબારી સમિતિની રચના અંગેની કાર્યવાહી રદ્દ કરવાની અને રાજુ દેસાઈની દરખાસ્ત સામે છ સભ્યોએ વોકઆઉટ કર્યો હોવા છતાં તેમના નામો સમર્થનની યાદીમાં મુકવાનો વિરોધ કર્યો, પરંતુ કોંગ્રેસના જ ઈિમ્તયાઝ કાઝીએ આને પાયાવિહીન ગણાવ્યો હતો.

વાપી પાલિકામાં શું થયું...

વિરોધ
હાઈડ્રોલિક ઈજનેર સંજય ઝાની કામગીરીને લઈને વિરોધ થતાં સીઓએ આશ્વાસન આપ્યું.
નગરજનો ઉપર વધારાનો આજીવન વાહન વેરો નાંખવાનો.
પાલિકાની જુની બોલેરો જીપ પાછળ ૧.૬૨ લાખનો ખર્ચ કરવા મુદ્દે.
મહાત્મા ગાંધી શોપિંગ સેન્ટર બનાવવા માટે નકશા અને પ્લાનની મંજુરીનો.
જીઆઈડીસીના ડુંગરાના ૬ એકર વિસ્તારને પાલિકામાં સમાવવાનો.
વાપી નગરપાલિકાના તળાવો ઊંડા કરવાની કામગીરીનો.
વાપી પાલિકાની મિટિંગમાં મંજુર થયેલા કામો
સિનીયર સીટીઝન સંચાલિત દવાખાનાને દર મહિને સહાય.
વાપીની વસંત ખંડુ લાઈબ્રેરી અને ડુંગરા લાઈબ્રેરીમાં પુસ્તકો વસાવવાનો ખર્ચ.
ડિસ ટી.વી. અને એન્ટેનાની ગ્રાન્ટમાંથી વિકાસના કામો.
ટાંકી ફિળયાની પીવાની જુની પાઈપલાઈનની જગ્યાએ નવી પાઈપલાઈન નાંખવી.
પાણીના દરમાં ૧૦થી ૧૫ ટકાનો વધારો.
જુના રેલવે ક્રોસિંગ પાસે અંડરપાસ બનાવવો.
ચલાની એક્સપ્રેસ લાઈન પર ફ્લો મિટર અને જીઆઈડીસી ચાર રસ્તાની લાઈનનો ફ્લો મિટર રીપેર કરવો.
ડુંગરાને પાલિકામાં સમાવવા મિશ્ર પ્રત્યાઘાત

જીઆઈડીસી અંતર્ગત આવતા ડુંગરાના અમુક વિસ્તારને પાલિકામાં સમાવવા બાબતે કેટલાક સભ્યોએ કહ્યું હતું કે, આ મુદ્દાને જરૂરી અભ્યાસ કર્યા વિના કે જીઆઈડીસીના અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણાં કર્યા વિના જ સભામાં લાવવામાં આવ્યો છે.

પ્રકાશ તંબોલીએ આ વિસ્તાર નોટિફાઈડ અને પાલિકામાં ન હોવાના કારણે તેની ઉપેક્ષા થઈ રહી હોય, પાલિકાએ આ વિસ્તારનાં વિકાસ અંગે વિચારવું જોઈએ તેવી દલીલ કરી હતી. સામે પક્ષે શિરિષ દેસાઈએ જીઆઈડીસીના અધિકારીઓ સાથે અને પાલિકા પોતાની શરતે તેને સમાવવા માટે વચલો માર્ગ કાઢવા કહ્યું હતું.

ઈજનેર સંજય ઝાનું ભવિષ્ય નક્કી કરો

વાપી પાલિકાના વિપક્ષ સભ્ય હાર્દિક શાહે જણાવ્યું કે, હાઈડ્રોલીક ઈજનેરનું ભવિષ્ય નક્કી કરો. સંજય ઝાના પિતાજી તમામ પાલિકાના કોન્ટ્રાકટ લેતા હોય છે અને તેની એન્ટ્રીબુક સંજય ઝા ભરતો હોય છે. પાણી સપ્લાયની જવાબદારી સંભાળનાર હાઈડ્રોલીક ઈજનેર સંજય ઝા સભ્યનું કંઈ પણ સાંભળતો નથી.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
5 + 2


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.