Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Daxin Gujarat >> Latest News >> Valsad
 

વાપી પાલિકાની ચૂંટણીમાં ત્રીજા મોરચાની સંભાવના

 
Source: Bhaskar News, Vapi   |   Last Updated 1:02 AM [IST](30/10/2011)
 
 
 
 
 
ભાજપ-કોંગ્રેસ ઉપરાંત નાગરિક મંચ જેવા ત્રીજા મોરચા માટે ચક્રો ગતિમાન

વાપી પાલિકાની મુદ્દત પુરી થતી હોવાથી ડીસેમ્બર માસમાં યોજાનારી પાલિકાની ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસ ઉપરાંત નાગરિક મંચ જેવો ત્રીજો મોરચો મેદાને પડે તેવી પુરી સંભાવના છે.વાપી પાલિકાની ચૂંટણીમાં જો ત્રીજો મોરચો મેદાને પડશે તો સમીકરણો બદલાશે. દિવાળી પહેલા શરૂ થયેલા નવા સમીકરણોથી રાજકારણમાં મોટી ઉથલપાથલ શરૂ થઇ ગઇ છે.નવા વર્ષની શુભકામનાઓની સાથે વાપીમાં ચૂંટણીને ધ્યાનમાં રાખી દરેકનો વ્યક્તિગત સંપર્ક કરવાની તાલાવેલી વધુ જોવા મળી હતી.

વાપી પાલિકાની આગામી ચૂંટણી ઘણી બધી રીતે મહત્વની સાબિત થશે. છેલ્લા પાંચ વર્ષમાં જે રીતે પાલિકાના શાશનમાં સત્તાની જે રીતે ભવાઇ ભજવાઇ છે તે જોતા આ ચૂંટણી દરેક માટે પ્રતિષ્ઠાનો જંગ બની રહેશે. પક્ષીય ધોરણે આ ચૂંટણી લડાય તો પણ કેટલાક મોટા માથા ગણાતા નેતાઓ જુદો ચોકો બનાવી ચૂંટણી લડી લેવાના મૂડમાં દેખાઇ રહ્યા છે.વાપીમાં પાલિકાના વિસ્તરણ બાદ ચલા અને ડુંગરાનો સમાવેશ કર્યા બાદ ૨૦૦૬માં થયેલી ચૂંટણીમાં ૧૪ વોર્ડમાં ૪૨ બેઠકોમાંથી ભાજપે ૨૭ બેઠકો મેળવીને સત્તા મેળવી હતી.જોકે એક વર્ષના ગાળામાં જ સત્તાના સમીકરણો બદલાઇ ગયા.

રાજુ શાહે બળવો કરતા ભાજપના ૧૨સભ્યોએ રાજુભાઇને સાથ આપ્યો હતો.કોંગ્રેસના ટેકાથી પાલિકામાં સત્તાના સમીકરણો બદલાયા.ઓક્ટોબર ૨૦૦૮માં પાલિકાની સામાન્યમાં ગેરવર્તણૂંક માટે રાજુભાઇ શાહ તથા રજની પટેલના સભ્ય પદ રદ થયા.જ્યારે બે સભ્યો મા ફીપત્ર લખી ફરી ભાજપમાં સામેલ થઇ ગયા.આ ઉપરાંત નવ સભ્યોને પક્ષાંતરધારા હેઠળ ગેરલાયક ઠરાવતા ફરી ભાજપ સત્તામાં આવ્યું.

આમ વાપીના લોકોએ પક્ષીય ધોરણે ભાજપને પહેલી વખત માનભેર ચૂંટીને સત્તા સોંપી હતી.પરંતુ અંદરોઅંદરની સત્તા લાલશાએ આખી ટર્મ કચવાટ સાથે પુરી કરવાની ફરજ પાડી. ફરી હવે ચૂંટણીનું રણશિંગૂ ફૂંકાઇ ગયું છે.ડીસેમ્બરમાં ચૂંટણીની તારીખ આવવાની છે તેવા સમયે ભાજપ- કોંગ્રેસે પોતાની ચોપાટ બિછાવવાનું શરૂ કર્યું છે.બીજી તરફ પહેલી ચૂંટણીની જેમ ત્રીજો મોરચો રચવા માટે પણ પ્રયાસો શરૂ થઇ ગયા છે.વાપીનો એક વર્ગ આ નવા સમીકરણ માટે સક્રીય બન્યો છે.

ખૂલીને હમણાં કોઇ કશું બોલતું નથી,પરંતુ ચોક્કસ વર્ગના કેટલાક લોકોની બંધ બારણે બેઠક મળી રહી છે જેમાં વાપીના વિકાસ માટે પક્ષીય ધોરણોથી અળગા રહી આ ચૂંટણીમાં ત્રીજો મોરચો રચી બિન પક્ષીય ધોરણે ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે. નાગરિક મંચ જેવા જુદા ચોકાની હિલચાલે કોંગ્રેસ અને ભાજપની ઊંઘ હરામ કરી નાંખી છે.

ડીસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ચૂંટણીની શક્યતા

ગુજરાતમાં અડવાણીની રથયાત્રાના આગમન સમયે ૬ નવેમ્બરે વાપીમાં પણ આવકાર અપાશે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પણ હાજર રહેવાના છે.તેથી આ કાર્યક્રમ બાદ વાપી પાલિકાની ચૂંટણીની તારીખ જાહેર થાય તેવી સંભાવના છે.એક અંદાજ પ્રમાણે ડીસેમ્બર માસના પહેલાં સપ્તાહમાં પાલિકાની ચૂંટણી જાહેર થાય તેવી સંભાવના છે. જો અડવાણીની યાત્રા પહેલા ચૂંટણીની જાહેરાત થાય તો વાપી પાલિકા માટે આચારસંહિતા અમલમાં આવી જાય. આમ હમણાં તો ચૂંટણીની તારીખની જાહેરાતની રાહ જોતા રાજકીય પક્ષો માટે ત્રીજા મોરચાની સંભાવનાએ દોડધામ વધારી દીધી છે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
4 + 6


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Who looks hotter in red bikini?
Premiere of 'Madhubala - Ek Ishq Ek Junoon'
Just Added

Unveiling Victoria's lates collection
प्रदर्शनी में लोकनृत्यों की घटा देखने को मिली
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.