Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Daxin Gujarat >> Latest News >> Valsad
 

સુરતના શિક્ષક પરિવારે વલસાડના પોલીસ જવાનને હોકી સ્ટીકથી ફટકાર્યો

 
Source: Bhaskar News, Valsad   |   Last Updated 1:11 AM [IST](30/10/2011)
 
 
 
 
Advertisement
 
સિવિલ એન્જિનિયરનો અભ્યાસ કરતા ૧૮ વર્ષના શિક્ષક પુત્રે માથાના ભાગે ઘા ઝીક્યા
પુત્રીએ પોલીસના ચહેરા ઉપર નખ વડે જ્યારે માતાએ પોલીસ જવાનના ગાલ ઉપર બે-ત્રણ તમાચા ઝીંકી દીધા


વલસાડ શહેરના ઓવરબ્રીજ પર ટ્રાફિક જામ થતા સીટી પોલીસ મથકના એક જવાને સુરતના કામરેજ ખાતે રહેતા એક કાર ચાલકને રોંગ સાઈડમાં કાર હંકારવા બદલ ઠપકો આપતા સિવિલ એન્જિનીયરનો અભ્યાસ કરતા કાર ચાલક યુવાન અને તેનો પરિવાર હોકી વડે પોલીસ જવાન ઉપર તૂટી પડયો હતો. હોકીના ભાંગીને બે ટુકડા ન થઈ ગયા ત્યાં સુધી તેઓ પોલીસ જવાનને મારતા રહ્યા હતા. આ પરિવારની એક યુવતીએ પોલીસના ગાલ પર નખ વડે ઈજા પણ પહોચાડી હતી. જેને સારવારઅર્થે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, વલસાડ શહેરના ઓવરબ્રીજ ઉપર ૨૮ ઓક્ટોબરની મોડી સાંજે ટ્રાફિક જામ થતા વલસાડ સીટી પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફને બોલાવવામાં આવ્યો હતો. પોલીસ જવાનો ટ્રાફિક નિયમનની કામગીરી કરી રહ્યા ત્યારે ટ્રાફિક જામની પરિસ્થિતીમાં એક સ્પાર્ક સેવરોલેટ કાર નં.જીજે-૧-કેઈ-૪૨૯૪નો ચાલક વલસાડથી ધરમપુર પૂરઝડપે જઈ રહ્યો હતો, થોડી વારમાં આ ચાલકે પરત કાર રિવર્સ મારી વલસાડ તરફ જવા માટે રોંગ સાઈડે પૂરપાટ ઝડપે હંકારી હતી.

જેના કારણે અકસ્માત થવાની ભીતિ સર્જાતા ટ્રાફિક નિયમન કરનાર વલસાડ સીટી પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફના જવાન યુવરાજસિંહ નાગભાએ કાર ચાલકને અટકાવી રોંગ સાઈડમાં શુ કામ આવો એમ પૂછ્યું હતું. જેથી ચાલક અને તેમાં સવાર સુરતના કામરેજ ચાર રસ્તા ખાતે સ્વિસ્તક સોસાયટીમાં રહેતુ પરિવાર નીચે ઉતયું હતુ. જે પૈકી એક યુવતીએ યુવરાજ ઉપર તૂટી પડી નખ વડે ઈજા પહોચાડી હતી.

યુવરાજે પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હોવા છતાં કીમની વિદ્યા ભારતી સિવિલ એન્જિનીયરીગ કોલેજમાં અભ્યાસ કરતા ૧૮ વર્ષના ચાલક વિસ્મય કૌશિક મહેતાએ હોકી વડે યુવરાજના માથાના ભાગે ઉપરાછાપરી ઘા ઝીંક્યા હતા. જ્યારે વિસ્મયની ૪૬ વર્ષની માતા પ્રતિમાબેને પણ યુવરાજના ગાલ પર બે-ત્રણ તમાચા થોકી દીધા હતા. આ સમયે અન્ય પોલીસ જવાનો અને લોકોનુ ટોળુ એકત્ર થઈ ગયું હતું. પોલીસે આવી પહોચી શિક્ષક પુત્ર વિસ્મય અને તેની માતાની ધરપકડ કરી હતી.

જ્યારે યુવરાજને સારવાર અર્થે વલસાડની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે યુવરાજે સિટી પોલીસ મથકે ફરિયાદ આપી હતી. વલસાડ પંથકમાં અગાઉ પણ પોલીસ જવાન ઉપર હુમલાના બનાવ બનતા આવ્યા છે ત્યારે સિટી પોલીસ મથકના જવાન યુવરાજ પર થયેલા વધુ એક હુમલાએ પોલીસ બેડામાં ભારે ચકચાર જગાવી હતી.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
3 + 5


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Who looks hotter in red bikini?
Premiere of 'Madhubala - Ek Ishq Ek Junoon'
Just Added

Unveiling Victoria's lates collection
प्रदर्शनी में लोकनृत्यों की घटा देखने को मिली
 
 
 
 
|  
|  
 


Group Sites: Dailybhaskar.com|Dainikbhaskar.com|Divya Marathi|Business Bhaskar|MyFM

Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.