DaxinGujarat MadhyaGujarat
Saurashtra
UttarGujarat
Kutchh
Ahmedabad
Vadodara
Surat
Rajkot
DiuDaman
Bhavnagar
Mumbai
Gujarat ni Gupsup
PHOTOS:દારૂની બોટલોની માફક વાહનો પર ફેરવ્યું બુલડોઝર
Kalpesh Gurjar, Bharuch
| Jul 01, 2012, 18:20PM IST

-વાહનોને સ્ક્રેપમાં ફેરવી હવે તેની હરાજી કરાશે
-અંકલેશ્વર પોલીસે વહાવી ઉલટી ગંગા
બુટલેગરો પાસેથી કબજે લેવાયેલા દેશી-વિદેશી શરાબનો નાશ કરવા બોટલો ઉપર બુલડોઝર ફેરવતી પોલીસ મોટરસાયકલો ઉપર બુલડોઝર ફેરવે તો કેવું લાગે ? આવો જ કંઇક રવિવારે અંકલેશ્વરની કડકીયા કોલેજ નજીકની વેરાન જગ્યામાં જોવા મળ્યું હતું. શહેર પોલીસે વિવિધ ગુનાઓના કામે જપ્ત કરેલાં વાહનો ઉપર બુલડોઝર ફેરવી તેને કાટમાળમાં ફેરવી દીધાં હતાં અને હવે કાટમાળના હરાજી કરવાની તજવીજ પોલીસ અધિકારીઓએ હાથ ધરી છે.
અંકલેશ્વર શહેર પોલીસે ૧૯૯૯થી આજદિન સુધી ચોરી, લુંટફાટ જેવા ગંભીર ગુનાના કામે જપ્ત કરેલાં ૧૭ વાહનોની હરાજી માટે નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો. રવિવારે શહેરના છેવાડે આવેલા આમલાખાડીના બ્રિજ નજીકની વેરાન જગ્યામાં ૧૭ મોટરસાયકલોને કતારમાં ઉભી રાખી તેના ઉપર બુલડોઝર ફેરવી તમામને કાટમાળમાં ફેરવી નાંખવામાં આવી હતી. સામાન્ય રીતે પોલીસ દેશી-વિદેશી દારૂના નાશ માટે બોટલો ઉપર બુલડોઝર ફેરવવામાં આવે છે પણ આજનું દ્રશ્ય જોઇ ત્યાંથી પસાર થતાં રાહદારીઓ અને વાહનચાલકો પણ અચંબામાં મુકાઇ ગયાં હતાં.
ગુનાહિત પ્રવૃતિ અટકાવવા પહેલ કરાઇ છે
પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલાં વાહનોનો ગુનાઇત પ્રવૃતિમાં ઉપયોગ થયેલો હોય છે. આવા વાહનોને અદાલતની મંજૂરી બાદ હરાજી કરી વેચી દેવામાં આવે છે પણ આ વાહનોના સ્પેરપાર્ટસ તથા અન્ય મશીનરીનો દુરઉપયોગ થતો હોવાનું બહાર આવ્યાં બાદ તેને સ્ક્રેપ ફેરવ્યાં બાદ હરાજી કરવાનો નિર્ણય લેવાયો છે.... હિતેન્દ્ર ચૌધરી, પોલીસ ઇન્સપેકટર, અંકલેશ્વર શહેર
વાહનોને ભંગારમાં ફેરવવાની ફરજ કેમ પડી ?
વિવિધ ગુનાઓમાં પોલીસ દ્વારા કબજે લેવાતાં વાહનોને કોર્ટના આદેશ બાદ તેની હરાજી કરવામાં આવતી હોય છે પરંતુ હરાજી બાદ વાહનોના ચેસીસ નંબર, રજીસ્ટ્રેશન નંબર વગેરે મહત્વની વિગતોનો દુરઉપયોગ થતો હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું. હરાજીમાં વેચાયેલાં વાહનોનો ગુનાહિત પ્રવૃતિમાં ઉપયોગ થતો અટકાવવા અંકલેશ્વર શહેર પોલીસે અદાલત પાસે વાહનોને કાટમાળમાં ફેરવી તેના સ્ક્રેપની હરાજી કરવા મંજૂરી માંગી હતી જેને અદાલતે ગ્રાહય રાખી હતી.
ચોરીના વાહનોનું વેચાણ અટકશે ?
અગાઉ કબજે લેવાયેલાં વાહનોની જે તે હાલતમાં હરાજી કરવામાં આવતી હતી અને હરાજીમાં બોલી લગાવનારા વેપારીઓ વાહનોના સ્પેરપાટર્સ છુટા પાડી તેનું વેચાણ કરતાં હતાં. હરાજીના વાહનોના ચેસીસ નંબર ચોરીના વાહનોમાં લગાવાતા હોવાનું બહાર આવ્યાં બાદ આ પ્રક્રિયામાં ઘણી વખત ચોરીનો માલ ખરીદાઇ જવાની સંભાવના ગ્રાહકો માટે વધી જતી હતી પણ હવે સ્ક્રેપની હરાજી થવાની હોવાથી ગ્રાહકો ચોરીનો સામાન ખરીદવાથી બચી શકશે.
તસવીરો: કલ્પેશ ગુર્જર, ભરૂચ






