કીમ નજીક આવેલી જીઆઈડીસીની ફેકટરીમાંથી ૫૬ કાર્ટુનની ચોરાયા
માંગરોળ તાલુકાના પિપોદરા ગામે આવેલા ઔધ્યોગિક વિસ્તારમાં આવેલા એન.એફ સાબુવાળા નામની યાર્ન ફેકટરીમાંથી રાત્રિ દરમિયાન ફેકટરીની પાછળના ભાગની બારી તોડી અજાણ્યા તસ્કરોએ પ્રવેશ કરી યાર્ન ભરેલા પ૬ કાર્ટુનની ચોરી કરી હતી. આ સંદર્ભ ૪.૬૦ લાખની ચોરી કરી ફરિયાદ થઇ હતી.
પીપોદરામાં આવેલી જીઆઈડીસીની એન એફ. સાબુવાળા ફેકટરીમાં તા.૪ ફેબ્રુઆરીથી પ ફેબુઆરીની રાત્રિ દરમિયાન પાછળના ભાગમાં આવેલી બારી તોડી અજાણ્યા તસ્કરો પ્રવેશ્યા હતા. આ ફેકટરીમાં રાખેલા ૩૩ નંગ યાર્નના કાર્ટુન અને ૨૩ નંગ ફિનિશીકરણ યાર્નના કાર્ટુન સાથે કુલ મળીને પ૬ નંગ યાર્ન કાર્ટુનની ચોરી તસ્કરો કરી ગયા હતા.
આ ચોરી અંંગે સવારે ફેકટરીના અધિકારી જિતેન્દ્રિભાઇ બલરામસિંગ યાદવે (રહે. આરતી એપાર્ટમેન્ટ, કીમ ગામ)ને થતાં તેમણે કોસંબા પોલીસમાં કુલ ૪.૬૦ કીમતના પ૬ નંગ યાર્નના કાર્ટુનની ચોરીની ફરિયાદ નોંધાવી હતી. કોસંબા પોલીસે આ ઘટનામાં ડોગ સ્કવોડ બોલાવી તપાસ હાથ ધરી છે.કોસંબા પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
તરસાડીમાં ૧પ હજારની ઘરફોડચોરી
હજુ થોડા દિવસ પહેલા જ કોસંબાની વસરાવી ચાલમાં થયેલા ઘરફોડી ચોરીની ઘટના હજુ ભૂલાઈ નથી, ત્યાં કોસંબાના જોડીયાનગર ગણાતા તરસાડીમાં વધુ એક ઘરફોડીચોરી થઇ હતી. નગર પોશ વિસ્તાર ગણાતા પાણીની ટાંકી નજીક રહેતા અલી હુસેનના ઘરમાં તા.૩૧ જાન્યુઆરીથી ૧ ફેબ્રુઆરીની રાત્રિ દરમિયાન અજાણ્યા ચોર ઇસમો ઘરના દરવાજોનું તાળું તોડી પ્રવેશ કર્યો હતો. અને કબાટમાંથી સોના-ચાદીના દાગીના, એક હજાર રોકડા રૂપિયાની ચોરી કરી હતી. આ અંંગે અલી હુસેને કુલ ૧પ હજારના મતાની ચોરી કરી ગયાની ફરિયાદ કોસંબા પોલીસમાં કરી છે. કોસંબા પોલીસે આ અંંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.