સ્ટાર પ્લસ પર ૨૧ ઓગસ્ટે રજુ થનારા બિગ ટેલિવિઝન એવોર્ડ્સમાં શહેરની મીના ડાન્સ એકેડમીના ડાન્સર્સનું રોકિંગ પર્ફોર્મન્સ જોવા મળશે. આ શોમાં સ્કેટિંગ પર ડાન્સ કરનારા શહેરના ડાન્સર્સનું કો-ઓર્ડિનેશન જોઈને બોલીવૂડના સ્ટાર્સ પણ દંગ રહી જાય છે. આ પહેલાં મીના ડાન્સ એકેડમીના ડાન્સર્સ સોની ટીવીના રિયાલિટી શો ‘એન્ટરટેઇનમેન્ટ કે લિયે કુછ ભી કરેગા’માં પણ છવાઈ ગયા હતા. તેઓ ઝી ટીવીના શો ‘શાબાશ ઇન્ડિયા’માં પણ બે વાર આવી ચૂક્યા છે. એટલું જ નહિ તેમણે ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ’માં સ્પેશિયલ પર્ફોર્મન્સ પણ આપ્યું છે. મીના ડાન્સ એકેડમીના ડાન્સર્સનું નામ ગિનીઝ વર્લ્ડ રેકર્ડ્સ અને લિમ્કા બુક ઓફ રેકર્ડમાં પણ લખવામાં આવ્યું છે.