Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Daxin Gujarat >> Latest News >> Valsad
 

શાંતિયાત્રાનું વાપી-વલસાડમાં લોકો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત

 
Source: Bhaskar News, Vapi   |   Last Updated 2:46 AM [IST](31/07/2010)
 
 
 
 
 
ભારત-પાકિસ્તાનના નાગરિકોમાં સોહાર્દપૂર્ણ વાતાવરણ સર્જી મૈત્રી વ્યવહારનો અભિગમ

મુંબઇથી વાઘા બોર્ડર તરફ જવા માટે નીકળેલી ભારત પાકિસ્તાન શાંતિયાત્રા અમન કે બઢતે કદમ શુક્રવારે વાપી તેમજ વલસાડ ખાતે આવી પહોંચી હતી. જ્યાં તેનું ઉષ્માભેર સ્વાગત કરાયુ હતુ.

ભારત પાકિસ્તાન શાંતિયાત્રાના ગુજરાતના સંયોજક મહેશ કોઠારી તથા વાપીના જાબીરભાઇ બોગા, રિસભ જૈન, મહિલા કોંગ્રેસના કાર્યકર મનીષા ગોસ્વામી અને નિમિશા પરમાર દ્વારા મહારાષ્ટ્ર બોર્ડર પર યાત્રિઓનું શુક્રવારે બપોરે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

વઘઇ સાપુતારાના બોરપાડાની હનુમાન યુવક મંડળ દ્વારા રજૂ કરાયેલા ડાંગી નૃત્યને તમામ યાત્રિઓએ ભરપુર પ્રશંસા કરાઇ હતી. આ યાત્રા ૨૮મી જુલાઇએ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન અશોક ચૌહાણે લીલી ઝંડી બતાવી મુંબઇના મણીભવનથી પ્રસ્થાન કરાવ્યું હતું.

યાત્રાનું આગમન થતા ગુજરાતના સંયોજક મહેશ કોઠારી, નિમિત્ત ફાઉન્ડેશનના પ્રમુખ ઉમંગ દેસાઇ, ધારાસભ્ય દોલતભાઇ દેસાઇ, પાલિકા પ્રમુખ જનક ભાનુશાલી, કારોબારી ચેરમેન સોનલ સોલંકી, શહેરીજનો તથા સેન્ટ જોસેફ કોન્વેટ હાઇસ્કૂલના વિદ્યાર્થીઓએ શાંતિનો સંદેશો લઇને નીકળેલી ભારત પાકિસ્તાન યાત્રામાં જોડાયેલા ૫૦ યાત્રિકોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતુ.

આ પ્રસંગે મેગ્શેષ એવોર્ડ વિજેતા લખનૌના સંદિપ પાંડેએ વકતવ્ય આપતા જણાવ્યું કે, બંને દેશોમાં રહેતા સામાન્ય નાગરિકો તેમજ એકબીજાના કુટુંબીજનોને આવવા જવાની પાબંદી છે. ઉપરાંત બંને દેશો સુરક્ષા માટે પરમાણુ બોમ્બ પાછળ નાણાંનું આંધણ કરી રહ્યા છે. સલામતી પરમાણુ બોમ્બમાં નથી પરંતુ સૌહાર્દપૂર્ણ વાતાવરણ સર્જી મૈત્રીયુક્ત વ્યવહાર કરવામાં છે.

હથિયારોમાં પૈસા ખર્ચવાના બદલે હજારો ગરીબોના ઉત્થાન માટે આ નાણાંનો ખર્ચ થાય તો સૌથી મોટી ગરીબીની સમસ્યા હલ થઇ શકે તેમ છે. તેમણે અમેરિકાની બેવડી નીતિ સામે રોષ વ્યક્ત કરતા કહ્યું કે, ભારત અને પાકિસ્તાનને અમેરીકા શસ્ત્રો વેચે છે. જેનો લાભ અમેરીકાને જ મળે છે.

જેથી બંને દેશોએ એકબીજા સાથે હળીમળીને આ કાશ્મીર અને આતંકવાદ સહિતના પ્રશ્નો ઉકેલવા જોઇએ.

આ પ્રસંગે યાત્રામાં લાવવામાં આવેલા કળશમાં વલસાડની માટી શહેરીજનોએ નાંખી હતી. જે કળશ પાકિસ્તાન મોકલવામાં આવશે. આ સાથે પાકિસ્તાનથી નિકળેલી યાત્રા દ્વારા પણ ત્યાંના શહેરોની માટી ભારત લાવવામાં આવશે તેવું સંદીપ પાંડેએ જણાવ્યું હતું.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
3 + 7


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.