હાંસોટ તાલુકાના સુણેવ કલ્લા ગામે ગોવિંદભાઇ ખીમજીભાઈના ગોળના કોલા ઉપર કામ કરતાં ઉકેશ ઈન્દ્રસિંગ ભેલાણી (મુળ રહે.મધ્યપ્રદેશ)ના અને નજીકના દામજીભાઈના ગોળના કોલા પર કામ કરતા અને (મુળ મધ્યપ્રદેશના ગીરધરભાઈ ભેલાણી બાઇક ઉપર રાત્રિના સીસોદરા- પંડવાઈ સુગર માર્ગ પરથી પસાર થઈ રહ્યાં હતા.દરમિયાન અંધારામાં પંકચર પડેલા ટ્રેકટરની પાછળ ઘુસી ગયા હતાં.ગંભીર ઈજાઓ પહોંચતા બન્ને યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. બનાવ સંદર્ભે તેમના સ્વજન કેરલા ભેલાણી દ્વારા અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.