સુરતીઓ એકલાખ પુસ્તકોનું દાન કરી બનાવશે વિશ્વવિક્રમ
સ્વર્ણિમ ગુજરાતની સમાપન સમારોહની ઉજવણી જ્યારે ઘર આંગણે થઇ રહી છે ત્યારે સુરતીઓ એક દિવસના કાર્યક્રમમાં એકલાખ પુસ્તકો દાનમાં આપીને વિશ્વવિક્રમ સર્જશે. ૨૪ એપ્રિલના રોજ શહેરની દરેક ગલીઓમાં સરકારના વોલેન્ટિયર્સ ઘરે ઘરે જઇને લોકોના ઘરેથી પુસ્તકો ભેગા કરશે.
આ કાર્યક્રમમાં ૨૦૦૦ જેટલા કાર્યકર્તાઓ સુરતની દરેક સોસાયટીમાંથી ગ્રંથનું દાન કરશે. આ કાર્યક્રમ સવારના નવ વાગ્યાથી લઇને એક વાગ્યા સુધીનો રહેશે. જ્યારે ગ્રંથો જ્યાં ભેગા થશે તે ગ્રંથ મંદિર આખો દિવસ ચાલુ રહેશે.
કલેક્ટર કચેરીમાં પત્રકારોને સંબોધતા હસમુખ અઢીયાએ કહ્યુ કે,‘આ એક વિશ્વ વિક્રમ ગણાશે કે એક જ દિવસમાં એક લાખ જેટલા પુસ્તકો ભેગા કરવા એ ખૂબ જ મોટો લક્ષ્યાંક છે. જ્યારે આ બધા પુસ્તકો ગ્રથંમદિર ખાતે જમા થશે અને જે રુરલ વિસ્તાર છે અને જ્યાં ખરેખર પુસ્તકોની જરૂર છે ત્યાં આ પુસ્તકોની વહેંચણી કરાશે.’