Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Daxin Gujarat >> Latest News >> Navsari
 

ગણદેવીમાં સ્ટ્રીટ લાઈટ હોવા છતાં અંધકાર

 
Source: Bhaskar News, Gandevi   |   Last Updated 12:07 AM [IST](04/02/2012)
 
 
 
 
Advertisement
 
નગરને સાત ઝોનમાં વહેંચી સાત મીટરો મૂકવાની યોજનાથી સમસ્યા હલ થશે

ગણદેવી નગરમાં ઈલેકટ્રીસિટી આવ્યાને ૪૨ વર્ષ થયા ત્યારે નગરમાં છ વર્ષ બાદ સ્ટ્રીટલાઈટોના બલ્બ નંખાયા હતા અને સમગ્ર નગરમાં ત્યારે જે વીજલાઈનો નંખાઈ હતી તેજ આજે પણ ૩૫ વર્ષથી ચાલે છે. નગરની સ્ટ્રીટલાઈટો નગર મધ્યના ભાગોમાં આવેલી સ્ટ્રીટોમાં તો સળગે છે પરંતુ નગરની ફરતે આવેલા આદિવાસી વિસ્તારોમાં કેટલાકમાં સ્ટ્રીટ લાઈટો હોવા છતાં સળગતી નથી.

ખાસ કરીને માકલા ફિળયા, સ્મશાનભૂમિ હળપતિવાસ, જલારામ મંદિર, કેનિંગ ફેકટરી, સુંદરવાડી, કસ્બાવાડીના કેટલાક વિસ્તારો, પાણીની ટાંકી, જુનું નિળયાનું કારખાનાનો કેટલાક વિસ્તારમાં સ્ટ્રીટલાઈટો કેટલીક સળગતી નથી.

સ્ટ્રીટલાઈટ બંધ હોવાના કારણે સામાન્ય જનતાને રાત્રે ચાલતું જવું મુશ્કેલરૂપ બન્યું છે. અંધારામાં ચાલતી જતી વ્યક્તિ સાથે કોઇ અઘટિત ઘટના બને તો તેવા સમયે જવાદારી કોની રહે? આવા સંજોગોમાં પાલિકા સ્ટ્રીટલાઈટ અંગે કાર્યવાહી હાથ ધરી નિરાકરણ લાવે તે જરૂરી છે. આ રાવ આમ તો લાંબા સમયથી રહી છે એનો કાયમી નિવેડો લાવવા ગણદેવી પાલિકાએ નવી યોજના તૈયાર કરી દક્ષિણ ગુજરાત વીજ કંપની ગણદેવી ઓફિસને મોકલી છે.

આ નવી યોજના મુજબ નગરને સાત ઝોનમાં વહેંચી નાંખવામાં આવ્યું છે. ઝોન મુજબ અલાયદા મીટર મુકવાની અને નાની સ્વીચ મુકવાની માંગણી કરાય છે. આ પાવર સેવર ઓટો સ્વીચ છે, જેથી લાઈટબીલમાં બચત થશે, કર્મચારીના પગાર ખર્ચ બચશે. સાત ઝોન બનવાથી વીજ કંપનીના બીલ જે સ્લેબ મુજબ હોય છે તે નીચા સ્લેબમાં આવતા રકમ ઘટશે તેમજ નાના ઝોન બનતા નિભાવ ખર્ચ ઓછો આવનાર હોવાનું પાલિકા પ્રમુખ શોભાબેન મોરે, ઉપપ્રમુખ પ્રાણલાલ પટેલ તેમજ લાઈટ સમિતિના ચેરમેન સંગીતાબેન કાયસ્થે વિગતો આપતા જણાવ્યું છે.

સ્ટ્રીટલાઈટના જુદા જુદા વિસ્તારોનો સરવે કરી સાત ઝોન પાડી ઝોન વાઈઝ અલગ અલગ મીટર અને સ્વીચ મુકવાનું નક્કી થયું છે. આ માટે દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ગણદેવી ઓફિસના નાયબ ઈજનેર બી.જે. પટેલને દરખાસ્ત કરી રજુઆત કરાઈ છે.નગરના આદિવાસી વિસ્તારોમાં જ્યાં સ્ટ્રીટ લાઈટના પ્રશ્નો છે ત્યાં કેટલાકમાં શોર્ટસર્કિટ, તોડી નાંખવી, ચોરી જવી, બે પાવર ભેગા થઈ જવા જેવા પ્રશ્નો હોવાથી તેનો પણ કાયમી નિવેડો લવાનાર હોવાનું પાલિકા તંત્રએ જણાવ્યું છે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
9 + 5


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Who looks hotter in red bikini?
Premiere of 'Madhubala - Ek Ishq Ek Junoon'
Just Added

Unveiling Victoria's lates collection
प्रदर्शनी में लोकनृत्यों की घटा देखने को मिली
 
 
 
 
|  
|  
 


Group Sites: Dailybhaskar.com|Dainikbhaskar.com|Divya Marathi|Business Bhaskar|MyFM

Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.