Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Daxin Gujarat >> Latest News >> Navsari
 

જમીન સંપાદનની કાર્યવાહી હાલ નહીં કરવા દેવાય

 
Source: Bhaskar News, Navsari   |   Last Updated 12:51 AM [IST](02/09/2010)
 
 
 
 
Advertisement
 
નવસારીની ખેડૂત સમાજની મળેલી બેઠકમાં કરાયેલો ઠરાવ

સરકાર દ્વારા ખેડૂતોની ભારોભાર ઉપેક્ષા, ઉદ્યોગપતિઓને જમીન આપવા મુદ્દે વિરોધ જમીન સંપાદન અંગેનું નવું બીલ પાસ ન થાય ત્યાં સુધી નવસારી જિલ્લામાં કોઈપણ જમીન સંપાદનની કાર્યવાહી ન કરવા દેવા ખેડૂત સમાજે ઠરાવ કર્યો છે.

તાજેતરમાં નવસારી ગ્રીડ સ્થિત બાગાયત મંડળના ગોડાઉન સ્થળે નવસારી-જલાલપોર તાલુકા ખેડૂત સમાજની અગત્યની બેઠક મળી હતી. બેઠકમાં સરકારની ખેડૂતોની ઉપેક્ષા કરી ઉદ્યોગ તરફી નીતિનો ભારે વિરોધ કરાયો હતો. ખેતી અને પશુપાલનને બચાવવા સરકારની આ નીતિનો સામૂહિક રીતે પ્રતિકાર કરવા અનુરોધ કરાયો હતો. ખેતીની જમીનને ઉદ્યોગપતિઓના શરણે ધરી દેવાનો વિરોધ કરાયો હતો.

સૌથી આકરો વિરોધ જમીન સંપાદનની ગતિવિધિ સામે થયો હતો. જે રીતે સરકાર જમીન સંપાદન કરવાની નીતિ અખત્યાર કરી રહી છે તે યોગ્ય ન હોવાનું જણાવાયું હતું. બેઠકમાં જણાવાયું કે જમીન સંપાદન કરવાના કાયદાઓ ભારત સરકારે બનાવ્યા છે. તેમાં હાલમાં ચાલતા ખેડૂતોના આંદોલનનો મિજાજ પારખી વડાપ્રધાને જમીન સંપાદનના કાયદાઓ બાબતે ખેડૂતોના હક્ક, અધિકારીને ધ્યાનમાં રાખી આગામી સંસદની બેઠકમાં સુધારાઓ કરવાની બાંયધરી આપી છે. આ સંજોગોમાં નવું બીલ સંસદમાં પાસ ન થાય ત્યાં સુધી નવસારી જિલ્લામાં કોઈપણ જમીન સંપાદનની કાર્યવાહી ન કરવા દેવા સભાએ સવૉનુમતે ઠરાવ્યું હતું.

બેઠકમાં સુમંતરાય નાયક, નટુભાઈ નાયક, સી.પી. નાયક, રમેશભાઈ પટેલ, અમરતભાઈ પટેલ, સંજય પટેલ, દિપક પટેલ, હરેશ વશી સહિત અનેક ખેડૂત અગ્રણીઓ અને વિવિધ મંડળીઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
1 + 6


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.