Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Daxin Gujarat >> Latest News >> City Exclusive Surat
 

ખાનગી સંસ્થાઓને દત્તક અપાયેલા આઇલેન્ડસ અનાથ!

 
Source: Musaddik Kanungo, Surat   |   Last Updated 12:09 AM [IST](11/12/2010)
 
 
 
 
 
પાલિકાએ ટ્રાફિક આઇલેન્ડ્સની જાળવણીની જવાબદારી પ્રાઇવેટ કંપનીઓ અને ધમૉદા ટ્રસ્ટ્સને સોંપીને સંતોષ માન્યો જ્યારે બીજી તરફ આ સંસ્થાઓ હોર્ડિંગ્સ મૂકીને પોતાની પબ્લિસિટી કરવા સિવાય કોઈ કાળજી રાખતી નથી, પરિણામે આઇલેન્ડ્સ ગંદકીના કેન્દ્રોમાં ફેરવાયા છે, એક અંદાજ મુજબ પાલિકા જાહેરાતો મારફત આ આઇલેન્ડ્સમાંથી ૫૦ લાખની કમાણી કરી શકે

- લાખો રૂપિયા કચરામાં!

ટ્રાફિક આઇલેન્ડનું યોગ્ય રીતે મેઇન્ટેનન્સ થઈ રહ્યું છે કે નહીં એ જોવાની પાલિકાએ ક્યારેય તસદી જ નથી લીધી. સ્થિતિ એ છે કે મોટાભાગના ટ્રાફિક આઇલેન્ડમાં ગંદકીને લીધે મચ્છરોનું બ્રીડિંગ પણ થઈ રહ્યું છે.

મજુરાગેટ પાસે ફાયર સ્ટેશનની સામે આવેલા ટ્રાફિક આઇલેન્ડમાં એ હદે ગંદકી ફેલાઈ છે કે ફાયર સ્ટેશનના કર્મચારીઓ બીમારીના બીછાને ન પટકાય તો જ નવાઈ. મહાનગરપાલિકાને પૂછવામાં આવતા જવાબ મળે છે કે અમે પ્રાઇવેટ કંપનીઓ સામે સખત પગલાં ન લઈ શકીએ.

આ બાજુ ‘ડીબી ગોલ્ડે’ એડ ઇન્ડસ્ટ્રીના એક્સપર્ટ થકી એક અંદાજ માંડ્યોતો વિગત મળી કે જો પાલિકા શહેરના છ ટ્રાફિક આઇલેન્ડ ખાતે હોડિ·ગ્સ માટે કોન્ટ્રાકટ કરે તો તેને ૫૦ લાખ રૂપિયાની કમાણી થઈ શકે છે. આ તો છ જ આઇલેન્ડની વાત છે. જો શહેરના તમામ ટ્રાફિક આઇલેન્ડમાંથી આ રીતે કમાણી કરાય તો આંકડો કરોડોમાં પહોંચી શકે છે.

- આરોગ્ય ખાતું બેજવાબદાર

ફુવારાવાળા ટ્રાફિક આઇલેન્ડમાં ઘણાં સમયથી ફુવારા બંધ હાલતમાં છે અને આ ટ્રાફિક આઇલેન્ડમાં પાણીનો ભરાવો રહેતો હોવાથી મચ્છરોના બ્રીડિંગ તથા મરેલા દેડકાં પણ જોવા મળ્યા હતા.

જેમાંથી મચ્છરનો ઉપદ્રવ અને મરેલા દેડકામાંથી નીકળતા બેકટેરિયા રાહદારીઓના આરોગ્ય માટે હાનિકારક પુરવાર થઈ શકે છે આવી સ્થિતિ હોવા છતાં આરોગ્ય ખાતુ આવી બાબતોથી તદ્દન અજાણ છે.

- જાળવણીમાં નિષ્ફળ જનાર પાર્ટીના કોન્ટ્રેકટ રદ થઈ શકે

ટ્રાફિક આઇલેન્ડની જાળવણીમાં નિષ્ફળ જનાર પ્રાઇવેટ કંપનીઓ અને ટ્રસ્ટ સાથેના કોન્ટ્રાકટ રદ કરી શકાય તેવો નિયમ હોવા છતાં પાલિકા પાસે ટ્રાફિક આઇલેન્ડની દેખરેખ રાખવાની ફુરસદ નથી. જેને લીધે મોટાભાગની પાર્ટીઓ ટ્રાફિક આઇલેન્ડની જાળવણીની દરકાર લેતી નથી. જોકે પાર્ટીઓ જાહેરાતના બોર્ડ મૂકીને પોતાની પબ્લિસિટી જરૂર કરી રહી છે.

નવજીવન ટ્રાફિક આઇલેન્ડ, એવરશાઇન માર્બલ ટ્રાફિક આઇલેન્ડ, નવયુગ કોલેજ સામેનું સાકરિયા ટ્રાફિક આઇલેન્ડ, મજુરા ફાયર સ્ટેશનની સામેવાળુ ટ્રાફિક આઇલેન્ડ અને અડાજણ પાટિયાવાળા ટ્રાફિક આઇલેન્ડની અવદશા છતાં પાલિકા નિષ્ક્રિય છે.

- ચેકિંગમાં આળસ

કોર્પોરેટ સેક્ટર-ખાનગી વેપારી સંસ્થાઓને ટ્રાફિક આઇલેન્ડની જાળવણીની જવાબદારી સોંપ્યા બાદ પાલિકાએ આઇલેન્ડની યોગ્ય જાળવણી થઈ રહી છે કે નહીં એ જોવાની તકેદારી લીધી નથી.

- પાલિકા ૫૦ લાખની કમાણી કરી શકે

મહાનગરપાલિકા ટ્રાફિક આઇલેન્ડ ખાતે જાહેરાતના હોર્ડિંગ્સ થકી કમાણીનો નવો સ્ત્રોત ઉભો કરી શકે છે. ખાસ વાત એ છે કે જકાત નાબૂદ થતાં પાલિકાને આર્થિક રીતે ફટકો પડ્યો છે. ટ્રાફિક આઇલેન્ડ પર ઓછામાં ઓછા ચાર નાના અને સેન્ટર (મધ્ય)માં જાહેરાતનું મોટું બોર્ડ મુકી શકાય છે. જેમાંથી નાની એડ.ના વર્ષે દહાડે ૨થી ત્રણ લાખ અને મોટી એડ.ના પાંચ લાખ સુધીના કોન્ટ્રાકટ થઇ શકે છે.

સરેરાશ ગણતરી મુજબ એક ટ્રાફિક આઇલેન્ડમાંથી પાલિકાને વર્ષે ૧૫ લાખ રૂપિયાની કમાણી થઈ શકે છે. એડ એજન્સીઝને પબ્લિસિટી રાઈટ્સ આપી શકાય. આ રીતે પાલિકા છ આઈલેન્ડથી ૫૦ લાખની કમાણી કરી શકે છે.

- અમે નોટિસ આપીશું

જો ટ્રાફિક આઇલેન્ડની સ્થિતિ ખરાબ હશે તો તેમને તાત્કાલિક નોટિસ પાઠવવામાં આવશે અને બને તેટલી વહેલી તકે ટ્રાફિક આઇલેન્ડની જાળવણી કરવા ફરજ પડાશે. અલબત્ત ખાનગી પાર્ટીઓને દંડ કરવાની કોઈ જોગવાઇ ન હોવાથી વધુ સખત પગલા લઇ શકીએ તેમ નથી.- કે.એસ.દેસાઇ, ટ્રાફિક સેલ, મનપા

- પાલિકાની શું જવાબદારી?

મહાનગરપાલિકા ટ્રાફિક આઇલેન્ડની યોગ્ય રીતે જાળવણી ન કરનાર કંપની કે ટ્રસ્ટને નોટિસ ફટકારીને કોન્ટ્રાકટ રદ કરી શકે છે. જોકે પાલિકા ખાનગી પાર્ટીઓ સામે સખત કાર્યવાહી ન કરી શકે. પાલિકાએ આજદિન સુધી કોઈ કાર્યવાહી નથી કરી.

- ખાનગી કંપનીઓની જવાબદારી

પાલિકા ટ્રાફિક આઇલેન્ડની જાળવણી અને ઓપરેટ કરવાની જવાબદારી ખાનગી કંપની અને ટ્રસ્ટ્સને સોંપે છે. હવે આ ટ્રસ્ટે પોતાની રીતે આઇલેન્ડની જાળવણી કરવાની હોય છે, પરંતુ જો ગંદકી ફેલાય તો જે-તે કંપની કે ટ્રસ્ટ પાલિકાની મદદ લઈ શકે છે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
3 + 9


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Who looks hotter in red bikini?
Premiere of 'Madhubala - Ek Ishq Ek Junoon'
Just Added

Unveiling Victoria's lates collection
प्रदर्शनी में लोकनृत्यों की घटा देखने को मिली
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.