છોટાઉદેપુરથી સેલવાસ બસનું ઉદ્દઘાટન આજે સંસદ રામસિંગ ભાઈ રાઠવાના હસ્તે થતા ધણા લાંબા સમયની માંગની આતુરતાનો અંત આવ્યો છે. સેલવાસ તરફ નવી શરૂ કરવામાં આવેલ છે. બસથી વચ્ચેના ગામોના મુસાફરોને ઘણી રાહત થશે. આજના પ્રસંગે એસ.ટી નિગમના ડારેકટર જશુભાઈ ભીલ તથા ભાજપા શહેર પ્રમુખ પપ્પુ પુરોહીત મહામંત્રી પ્રશાંત પટેલ મુકેશ પટેલ જશુભાઈ રાઠવા તાલુકા પંચાયતના પ્રમુખ વાનુબેન વસાવા તથા કાર્યક્રરો હાજર રહ્યા હતા. ઉપસ્થિતો એ વડોદરા છોટાઉદેપુરની ઈન્ટર સીટી બસ સેવા ચાલુ કરવા તથા જુના બંધ રૂટો પણ શરૂ કરી ગામડા માથી અપડાઉન કરતા વિધાર્થી ઓને સગવડ પુરી પાડવા રજુઆત કરી હતી. તેમજ કવાંટ જેવા બસ ડેપો વિહોણા સેન્ટર ઉપર ચાલતી ખાનગી બસ ચાલકોની મનમાની ઉપર નિયંત્રણ લાવવા સુચનો કર્યા હતા.