નાનાપોંઢામાં મુખ્યમંત્રી એ દૂઘ શીત કેન્દ્રનુ લોકાર્પણ કરી જાહેર સભાને સંબોધી
‘સરકાર નવા નવા પરપિત્રો બહાર પાડે, યોજના બનાવી તેની પાછળ કરોડો રૂપિયા વેરે એનાથી ખેડૂતોનો વિકાસ ન થાય, ખેડૂતને ફાવે તેવો રસ્તો ન કરી આપીએ તો યોજનાઓનો કોઇ મતલબ જ રહેતો નથી’ આ વાત મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ નાનાપોંઢા ખાતે જાહેર સભાને સંબોધતી વેળાએ કરી હતી. વસુંધરા ડેરી દ્વારા ૩૩ કરોડના ખર્ચે નિર્માણ પામેલા દૂધશીત કેન્દ્રનું ઉદ્ઘાટ ગુરુવારે મોદીએ કર્યું હતું.
મોદીએ કહ્યું કે ભાજપ સરકારે ખેડૂતો સાથે સંવાદ કરી કૃષિ વૈજ્ઞાનિકોને ગામડે મોકલીને ખેતીને સમૃદ્ધ કરી છે. સાથે કૃષિ મહોત્સવથી ખેડૂતોની મૂંઝવણો અને મુશ્કેલીઓનો ઉકેલ સરકાર લાવી છે. રાજ્યની કૃષિ મહોત્સવની સફળતા હવે ભારતના કૃષિ પ્રધાન અર્થતંત્રમાં ક્રાંતિ લાવી રહી છે.
સરકારે ગામડાઓની બધીજ આર્થિક શક્તિને એકત્રિત કરી કૃષિ ક્ષેત્રે ગ્રામક્રાંતિ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. ગુજરાતમાં કૃષિ ક્ષેત્રમાં યાંત્રિકરણનો નવી ટેક્નોલોજીનો પ્રવેશ થઇ રહ્યો છે. પરિણામે રાજ્યનો કૃષિદર ૧૦:૫૦ ટકા વધ્યો છે. જ્યારે કેન્દ્રના ભારે પ્રયાસો બાદ પણ કૃષિદર સવા બે ટકાથી વધવા પામ્યો નથી એમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. આ સાથે મોદીએ છ જિલ્લાના કૃષિ મેળાને ખુલ્લો મૂક્યો હતો અને કૃષિપ્રદર્શનને નહિળ્યું હતું.
આદિવાસી ખેડૂતના ફૂલ મુંબઈમાં વેચાય છે
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાતના ગામડાઓનો અને ખેડૂતોનો વિકાસ કરવા છેલ્લા ૭ વર્ષથી કૃષિ મહોત્સવમાં એક લાખ સરકારી કર્મળ્યોગીઓ ગામડાઓ ખુંદી રહ્યા છે. જેના પરિણામે ચાલુ વર્ષે ખેતીનું ઉત્પાદન ૭૦,૦૦૦ કરોડનું વિક્રમ સર્જશે.આદિવાસીઓનાં આર્થિક હિતોની જાળવણી સરકાર કરી રહી છે. એટલે જ આદિવાસી ખેડૂતોનેે ખેતીના ભરોસે પ્રગતિ કરી શકે એટલી હદે વિશ્વાસ જન્મળ્યો છે. અગાઉ વર્ષમાં માત્ર એક પાક લેતા આદિવાસી ખેડૂતો આજે કાજુ, ફળ, ફુલની ખેતી કરતા થયા છે.
એના ખેતરના ફુલ મુંબઇના બજારોમાં વેચાય રહ્યા છે. આ સિદ્ધી નાની સુનિ ન કહેવાય આદિવાસી ગામોમાં પશુપાલનને ઘરે ઘરે પહોંચાડવા યોજનાઓ બનાવાઇ જેના થકી આજે આદિવાસી કિશાન પરિવારની નારી શકિત એ હવે દુઘના વેપારમાં પોતાનુ સામર્થ્ય પૂરવાર કર્યું છે. નિયમિત ખેતી,પશુ ઉછેર દ્વારા દૂઘ ઉદ્યોગ અને વૃક્ષોની ખેતીથી ખેડૂતોની સમૃિદ્ધમાં વધારો થયો છે. પશુ છાત્રાલયનો ઉલ્લેખ કરી તેનો અમલ ગામડાઓમાં કરવાનું તેમણે આહવાન કર્યું હતું.
શીત કેન્દ્ર સીમાચિહ્ન બની રહેશે
દૂધની જાળવણી કરવા કરોડોના ખર્ચે શીત કેન્દ્ર જ નહિ ગામે ગામ ચિલિંગ પ્લાન્ટો શરૂ કરવામાં આવી રહ્યા છે.મોટાપોંઢાનુ શીત કેન્દ્ર વિસ્તારમાં સીમાચિન્હ બની જશે. ખેડૂતોને ગુણવત્તાયુક્ત બિયારણ, જમીન જાળવણી સોઇલ હેલ્થ કાર્ડ, ખેત ઉપજનું છેતરપિંડી વગરનું માર્કેટિંગ વગેરે મુદ્દે પણ સરકારે પગલાઓ ભર્યા છે. અગાઉ રાજ્યમા એક કૃષિ યુનિવર્સિટી હતી આજે ૪ યુનિવર્સિટીઓ કાર્યરત છે. જેનો લાભ લઇ ખેડૂત અને ગુજરાત આધુનિક ખેતી કરતો થયો છે. સરકાર ખેડૂતના જીવનમાં બદલાવ લાવવા કૃત નિશ્વયી છે. મોદીએ સમગ્ર સંબોધન માત્ર કૃષિક્ષેત્ર અને ખેડૂત લક્ષી જ કર્યું હતું. અગાઉ મુખ્યમંત્રીએ ખેતીક્ષેત્રની ઉપયોગી પુસ્તિકા અને સીડીનું વિમોચન કર્યું હતું.