મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હેલીકોપ્ટર દ્વારા જીએનએફસી હેલીપેડ ખાતે ઉતરાણ કરવાના હતાં. પરંતુ હેલીકોપ્ટર ભરૂચ શહેરને અડીને આવેલાં ચાવજ ગામ પાસે વીડીયોકોન કંપની ખાતે બનાવાયેલાં હેલીપેડ ઉપર ચકકર કાપવા લાગી ગયું હતું. જોકે પાયલોટને ભુલનો અહેસાસ થતાં હેલીકોપ્ટરને ઉતરાણ કરાવવાના બદલે જીએનએફસી હેલીપેડ ખાતે લીધું હતું.
મનસુખ વસાવાનું પ્રવચન ટુંકાવવાની ફરજ પડાઇ
સાંસદ મનસુખ વસાવાએ ઢંગ ઘડા વિનાનાં મુદ્દે પ્રવચન કરતા શ્રોતાઓએ સતત તાળીઓથી કંટાળાનો પ્રતિસાદ આપ્યો હતો. હું નાળિયેર પાણી પીને ઉપવાસ કાર્યક્રમમાં આવ્યું છું છતાં ચક્કર આવે છે જેવા વાક્યપ્રયોગ પછી મુખ્યમંત્રીએ ઇશારો કરતા વસાવાને પ્રવચન ટૂંકાવવાની ફરજ પડાઇ હતી.