
નવસારીમાં એક દિવસના સદભાવના ઉપવાસનો કાર્યક્રમ પૂરો થઇ ગયા પછી શુભેચ્છા આપવા આવેલા એક મૌલવી પાસેથી ખેસ સ્વીકારવાની મનાઇ કરી દેતાં વિવાદ સર્જાયો હતો.ઘટના કંઇ એવી બની કે સવારના કાર્યક્રમમાં તમામ લોકોના ભાષણ પૂરા થયા પછી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને શુભેચ્છા આપવા માટે લોકોએ લાઇન લગાવી હતી. જેમાં નવસારી ઉપરાંત દક્ષિણ ગુજરાતના આગેવાનોનો સમાવેશ થતો હતો. દરમિયાન કેટલાંક લોકો શાલ ઓઢાડીને સ્વાગત કરતાં હતા. ત્યારે એક મૌલવી પોતાની સાથે મૌલવી સ્કાર્ફ લઇને આવ્યા હતા તે ઓઢાડીને શુભેચ્છા આપવાનો પ્રયત્ન કરતાં મોદીએ મનાઇ કરી દીધી હતી. (તસવીરોઃ અતુલ દયાણી)



