Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Daxin Gujarat >> Latest News >> Valsad
 

નાનાપોંઢા ખાતે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં સાંસ્કૃતિક પ્રસ્તુતિ

 
Source: Bhaskar News, Valsad   |   Last Updated 2:13 AM [IST](11/05/2011)
 
 
 
 
Advertisement
 
આગામી ૧રમી મેનાં રોજ કૃષિ મહોત્સવનાં કાર્યક્રમમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહેનાર છે. મુખ્યમંત્રી સવારે ૧૦:૧પ વાગે મોટાપોંઢા હેલીપેડ ખાતે આવી પહોંચશે. જ્યાંથી તેઓ સીધા મોટાપોંઢા સ્થિત વસુધારા ડેરીના દૂધ શીત કેન્દ્રનાં લોકાર્પણ કાર્યક્રમમાં જશે. ૧૦:૪૦ વાગે ત્યાંથી રવાના થઇ મુખ્યમંત્રી મોદી ૧૧:૦૦ વાગે નાનાપોંઢા ખાતે આયોજિત કૃષિ મહોત્સવ-ર૦૧૧નાં મુખ્ય કાર્યક્રમમાં હાજરી આપશે. ૧ર:૧૦ વાગે તેઓ નાનાપોંઢાથી રવાના થશે.

જિલ્લા પ્રશાસન દ્વારા કરાયેલા આયોજન મુજબ નાનાપોંઢાના મુખ્ય કાર્યક્રમ સ્થળે મુખ્યમંત્રીના આગમનપૂર્વે ઉપસ્થિત પ્રેક્ષકો માટે માનવતા કે મન મંદિર મેં પ્રાર્થના, જયોતિ કલશ છલકે સ્વાગત નૃત્ય, યે જો દેશ હે મેરા દેશભક્તિ નૃત્ય તથા સ્થાનિક આદિવાસી લોકનૃત્ય, એન.આર.રાઉત સાર્વજનિક હાઇસ્કૂલ નાનાપોંઢા દ્વારા રજુ કરાશે. જ્યારે મોટાપોંઢાની જી.એમ.ડી. સાર્વજનિક હાઇસ્કૂલ દ્વારા દેશ રંગીલા રંગીલા દેશભક્તિ ગીતની રમઝટ બોલાવાશે.

મોટા વાઘછીપાની ડી.પી.પટેલ સાર્વજનિક હાઇસ્કૂલ આ કાર્યક્રમમાં કચ્છી ગરબો, કચ્છમાં અંજાર મોટા શહેર રજૂ કરશે. બીલપુડીના પ્રગતિ મહિલા મંડળ દ્વારા સપને સાજન કે ગીત રજૂ કરાશે. સીદુમ્બરના વનવાસી ઉત્તર બુનિયાદી વિદ્યાલય દ્વારા માં તુઝે સલામ દેશભક્તિ ગીત રજૂ થશે. વારોલી તલાટની એમ.ડી.દેસાઇ સાર્વજનિક હાઇસ્કૂલ દ્વારા જય જય સ્વર્ણિમ ગુજરાત રાસ રજૂ કરવામાં આવશે.

ધરમપુરની એસ.એમ.એસ.એમ.હાઇસ્કૂલ દ્વારા યે દેશ હે વીર જવાનો કા ભાંગડા નૃત્ય રજુ કરવામાં આવનાર છે. પારનેરાની સાર્વજનિક હાઇસ્કૂલ દ્વારા રાજસ્થાની નૃત્ય રંગીલો મારો ઢોલના રજુ કરાશે. આ ઉપરાંત કપરાડાની આનંદ નિકેતન મોડેલ સ્કૂલ દ્વારા સ્થાનિક આદિવાસી નૃત્ય અને ઠાકર્યા નૃત્યના તાલે પ્રેક્ષકોને ડોલાવવામાં આવશે. મુખ્યમંત્રીના કાર્યક્રમ વેળા નાનાપોંઢા ખાતે ઉપસ્થિત પ્રેક્ષકોને રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો માણવા મળશે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
7 + 5


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Who looks hotter in red bikini?
Premiere of 'Madhubala - Ek Ishq Ek Junoon'
Just Added

प्रदर्शनी में लोकनृत्यों की घटा देखने को मिली
Jism 2
 
 
 
 
|  
|  
 


Group Sites: Dailybhaskar.com|Dainikbhaskar.com|Divya Marathi|Business Bhaskar|MyFM

Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.