Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Daxin Gujarat >> Latest News >> Valsad
 

અંકલેશ્વરની કંપનીના મેનેજરનું વલસાડ હાઈવે પર અકસ્માતમાં મોત

 
Source: Bhaskar News, Valsad   |   Last Updated 1:10 AM [IST](30/10/2011)
 
 
 
 
Advertisement
 
સાસરે આવેલા અંકલેશ્વરના મેનેજરના હનુમાન ભાગડાના સંબંધીની હાલત ગંભીર

કારમાં ગેસ ભરાવી હરિયા ગામ જઈ રહ્યા હતા ત્યારે કાર ડિવાઈડર સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હતો


અંકલેશ્વરની બાયર કોલોનીમાં રહેતા અને ખાનગી કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા શખસ પોતાના પરિવાર સાથે વલસાડના હરિયા ગામમાં સાસરે આવ્યા હતા. ત્યારે વલસાડ ને.હા.નં.૮ ઉપર વિસામાં હોટલ પાસેથી પસાર થતી વેળા કાર ડિવાઈડર સાથે ટકારતા અકસ્માત સજાર્યો હતો આ અકસ્માતમાં ચાલકનુ મોત નિપજ્યું હતુ. જ્યારે કારમાં સવાર હનુમાન ભાગડાના શખસને ગંભીર ઈજા પહોચતા સારવાર અર્થે સુરત ખસેડાયા હતા.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, અંકલેશ્વર જીઆઈડીસી ખાતે બાયર કોલોનીમાં રહેતા અને ખાનગી કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતા ૩૭ વર્ષના પ્રિતેશ મહેશભાઈ દેસાઈ પોતાના પરિવાર સાથે દિવાળી પર્વની ઉજવણી કરવા માટે વલસાડના હરીયા ગામમાં આવ્યા હતા. રાત્રિના ૧૧:૩૦ વાગ્યાના સુમારે પ્રિતેશ દેસાઈ હનુમાન ભાગડા ગામમાં દેસાઈવાડમાં રહેતા પોતાના સંબંધી કલ્પેશ ઈશ્વરભાઈ દેસાઈ સાથે વલસાડ ધરમપુર ચોકડી ઉપર કારમાં ગેસ ભરાવી હરિયા ગામમાં પરત ફરી રહ્યા હતા ત્યારે નેશનલ હાઈવે નં.૮ ઉપરથી પસાર થતી વેળા કાર ડિવાઈડર સાથે ટકરાતા અકસ્માત સજાર્યો હતો.

અકસ્માતમાં ચાલક પ્રિતેશને માથાના ભાગે ગંભીર ઈજા પહોચી હતી. જ્યારે કલ્પેશ દેસાઈને પણ કપાળના ભાગે ઈજા પહોચી હતી. બંને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે વલસાડની અમિત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન પ્રિતેશનુ મોત નિપજ્યું હતુ. જ્યારે કલ્પેશભાઈને સારવાર અર્થે સુરતની મહાવીર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે વલસાડના હનુમાનભાગડા ખાતે રહેતા માલવ ત્રિલોકભાઈ દેસાઈએ વલસાડ રૂરલ પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી હતી.

પરિવાર સાથે બોરડી ફરવા જવાના સ્વપ્નો અધુરા જ રહ્યાં

અંકલેશ્વર ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરતા પ્રિતેશભાઈ પોતાના પરિવાર તથા સાસરિયાઓ સાથે બોરડી ફરવા જવા માટેની તૈયારીઓમાં વ્યસ્ત હતા. જેના ભાગરૂપે જ તેઓ ગેસ ભરાવવા માટે ગયા હતા. પરંતુ ગેસ ભરાવી પરત હરિયા ગામમાં જતી વેળા અકસ્માતનો ભોગ બન્યા હતા. તેમના મોતને પગલે આઠ વર્ષીય દિકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. પ્રિતેશના મોતને પગલે પરિવારજનોના આક્રંદથી માહોલ ગમગીન બની ગયો હતો.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
10 + 6


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Who looks hotter in red bikini?
Premiere of 'Madhubala - Ek Ishq Ek Junoon'
Just Added

प्रदर्शनी में लोकनृत्यों की घटा देखने को मिली
Jism 2
 
 
 
 
|  
|  
 


Group Sites: Dailybhaskar.com|Dainikbhaskar.com|Divya Marathi|Business Bhaskar|MyFM

Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.