Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Daxin Gujarat >> Latest News >> Valsad
 

કેતનનાં સમર્થનમાં મલ્લિકા સારાભાઇનો મુખ્યમંત્રીને પત્ર

 
Source: Bhaskar News, Valsad   |   Last Updated 4:51 AM [IST](17/05/2011)
 
 
 
 
 
વલસાડ પાલિકાના જવાબદારો સામે પગલાં ભરવા મલ્લિકાની માગ

છેલ્લા દસ દિવસથી પાલિકાનુ કિન્નાખોરીભર્યુ વલણ અને પ્રમુખના મકાનના મુદ્દે આમરણાંત ઉપવાસ પર ઉતરેલા કેતન શાહના સમર્થનમાં ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપસન મુવમેન્ટ ટીમના સભ્ય મલ્લિકા સારાભાઇએ પાલિકાના જવાબદારો દ્વારા શાહને વારંવાર મળતી ધમકીઓ અંગે પગલાં ભરવા મુખ્યમંત્રી સમક્ષ માંગ કરી છે.

મલ્લિકા સારાભાઇ દ્વારા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પાઠવેલા પત્રમાં આરટીઆઇ કાર્યકર્તા તરીકે પાલિકાના ભ્રષ્ટાચારના મામલે કરેલી માહિતી અધિકાર હેઠળની અરજીઓને લઇ કેતન શાહને વારંવાર ધમકીઓ મળતી હતી. પાલિકા તંત્ર દ્વારા તેમની કાયદેસરની મિલકતો તોડી પાડવામા આવી હોવાનુ શાહે જણાવ્યુ છે.

કેતન શાહે સત્તાવાળાઓ વિરૂઘ્ધ પૂરાવા સાથે ભ્રષ્ટાચારની કરેલા ફરીયાદો ને લઇ તેમને હેરાન કરવામાં આવી રહ્યા હોવાથી આરટીઆઇ કાર્યકર્તાને મળતી ધમકીઓ સામે જવાબદરો સામે મલ્લિકા સારા ભાઇએ પગલા ભરવાની માંગ કરવાનો પત્રમા ઉલ્લેખ કર્યો છે. તેમની કાયદેસરની મિલકત તોડી પાડવામાં આવે છે. તેમનો પરિવાર ભયભીત થઇ ગયો હોય તેઓને કંઇક થાય તો ઓથોરિટી અને સરકાર જવાબદાર રહેશે તેવું જણાવાયું છે.

કેતનની તબિયત લથડતાં ગ્લુકોઝ બોટલ ચઢાવાઇ

કેતન શાહની તબિયત લથડતાં સિવિલ સર્જનના અભિપ્રાયના આધારે પીઆઇ અને મામલતદાર આર સી લિંબાચીયાએ તેમની મુલાકાત લીધી હતી. કેતન શાહની કિડનીને નુકશાન થવાની દેહશ્ત ઉભી થતાં તેમને ગ્લુકોઝ બોટલ અને અન્ય તબીબી સારવાર આપવા સમજાવવા પડ્યા હતા.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
1 + 2


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Who looks hotter in red bikini?
Premiere of 'Madhubala - Ek Ishq Ek Junoon'
Just Added

प्रदर्शनी में लोकनृत्यों की घटा देखने को मिली
Jism 2
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.