Divya Bhaskar
DAXIN GUJARAT
Home » Daxin Gujarat » Latest News » Bharuch » Low Break In Jhaghadia

ઝઘડિયા-રાજપારડીમાં આ રીતે છેડેચોક થાય છે કાયદાનો ભંગ

Vicky Joshi, Bharuch | Dec 29, 2012, 18:29PM IST
ઝઘડિયા-રાજપારડીમાં આ રીતે છેડેચોક થાય છે કાયદાનો ભંગ
- ઝઘડિયા-રાજપારડીમાં ગ્રામજનો રસ્તા રોકો આંદોલન કરશે
 
- સમસ્યા: ઝઘડિયા-રાજપારડીમાં રેતી, કપચી અને માટીના વહન માટે કલેક્ટરના જાહેરનામાનો સરેઆમ ભંગ કરતા ટ્રક ચાલકો
 
- ઓવરલોડેડ ટ્રકોમાંથી ઉડતી માટી, રેતી અને કપચીથી પરેશાન રાજપારડીના રહીશોનું ઝઘડિયા પ્રાંત અધિકારીને આવેદન
 
ઝઘડિયા તાલુકામાં આવેલી રેતીની લીઝ તેમજ કવોરીઓમાંથી દોડતી ટ્રકોમાં ઓવરલોડ ખનીજ નહિ‌ ભરવા તેમજ ફરજિયાતપણે તાડપત્રી ઢાંકવા માટે તત્કાલિન જિલ્લા કલેક્ટર રૂપવંતસિંઘે આદેશ આપ્યો હોવા છતાં ટ્રક માલિકો આદેશનું પાલન નહિ‌ કરતાં હોવાને કારણે ટ્રકોમાંથી ઉડતી માટી, રેતી અને કપચીથી પરેશાન રાજપારડીના રહિ‌શોએ રસ્તા રોકો આંદોલનની ચીમકી આપી છે.
 
ભરૂચ જિલ્લાના ઝઘડિયા અને વાલિયા તાલુકામાં રેતી, માટી અને કપચીની અનેક લીઝ આવેલી છે જેમાંથી ટ્રક મારફતે હજારો ટન ખનીજનું વહન કરવામાં આવે છે. ખનીજનું વહન કરતી ટ્રક માલિકો ઓવરલોડેડ ખનીજ ભરી કલેક્ટરના જાહેરનામાનો ભંગ થતો હોવા છતાં તંત્ર કોઇ કાર્યવાહી કરતું નહિ‌ હોવાનો આક્ષેપ રાજપારડીના રહિ‌શો કરી રહયાં છે. આજે શનિવારે રાજપારડીના રહિ‌શોએ ઝઘડિયાના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી ઓવરલોડેડ ટ્રકો સામે કોઇ કાર્યવાહી નહિ‌ કરાય તો ૧ જાન્યુઆરીથી રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી આપી છે. 
 
તંત્રને કરેલી રજૂઆતમાં રહિ‌શોએ જણાવ્યું હતું કે, ટ્રકોમાં ૧૯ ટનથી વધારે ખનીજો તથા હાઇવામાં ૪૦ ટનથી વધારે ખનીજો ભરી તેનું વહન કરવામાં આવે છે. ટ્રકોના માલિકો તાડપત્રી પણ ઢાંકતા નથી અને આવી હજારો ટ્રકો દિવસ રાત દોડતી હોય છે પણ આજદિન સુધી કોઇ નક્કર કાર્યવાહી પોલીસ કે આરટીઓ વિભાગ દ્વારા કરવામાં આવી નથી.
 
- કલેક્ટરનું જાહેરનામું શું છે?
 
ભરૂચના તત્કાલિન જિલ્લા કલેક્ટર રૂપવંતસિંઘે ખનીજ વહનના સંદર્ભમાં જાહેરનામું પ્રસિધ્ધ કર્યુ હતું.જેમાં ટ્રકોમાં ૧૦ટનથી વધારે તથા હાઇવામાં ૧૭ ટનથી વધારે ખનીજ ભરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. રેતીનું વહન કરતી ટ્રકોમાં ફરજિયાત પણે તાડપત્રી ઢાંકવાનો હુકમ પણ કલેક્ટરે બહાર પાડેલાં જાહેરનામામાં કરવામાં આવ્યો હતો. ઓવરલોડેડ ટ્રકોના મુદ્દે રાજપારડી અને ઉમલ્લામાં રસ્તા રોકો આંદોલન બાદ સફાળા જાગેલા તંત્રએ જાહેરનામું બહાર પાડયું હતું.
 
- પ્રજામાં રોષ કેમ છે?
 
ઝઘડિયા તાલુકામાં નર્મદા નદીના કિનારે રેતી ખનન કરતી અનેક લીઝ આવેલી છે. લીઝમાંથી રેતી વહન કરતી ટ્રકો ઓવરલોડેડ હોવાથી રસ્તાઓ પર ઠેર ઠેર ખાડા પડી જાય છે. રેતી ભરેલી ટ્રકોમાંથી નીતરતાં પાણીથી અન્ય વાહન ચાલકો અકસ્માતનો ભોગ બનતાં હોય છે. ટ્રકો પર તાડપત્રી ઢાંકવામાં આવતી નહિ‌ હોવાને કારણે ટ્રકોમાંથી રેતી, માટી અને કપચી ઉડીને મકાનો અને દુકાનોમાં પ્રવેશી જતાં લોકો ત્રાહિ‌મામ પોકારી ઉઠયાં છે. તંત્રને રજૂઆત કરવા છતાં નક્કર કાર્યવાહી થતી નથી.



આ અહેવાલની વધુ વિગતો તસવીરો સાથે વાંચવા આગળ ક્લિક કરો.

Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
10 + 9

 
Advertisement
Ethical voting

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

 
Email Print Comment