પાદરામાં બુધવારની રાત્રે એક લગ્ન સમારંભમાં હાજરી આપવા આલે શખ્સની કારમાંથી કોઇ હરામખોરે કાચ તોડીને રૂ.૨પ હજારની કિંમતનું લેપટોપ બેગ સહિત ઉઠાવી ગયો હતો. તે અંગે પાદરા પોલીસમાં ફરિયાદ થતાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.
પાદરાના નાનજી કાનજીની ખડકી બળિયાદેવ મંદિર પાસે રહેતા પ્રિતેશકુમાર મનુભાઇ પટેલ બુધવારે રાત્રે તેમના સંબંધીને ત્યા લગ્ન પ્રસંગે પાદરાના સાંગમાં રોડ ઉપર આવેલ મામા પાર્ટી પ્લોટ ચતુરપાર્ક સો.પાસે રાત્રે ૮:૩૦ કલાકે પોતાની વેગનઆર ગાડી લઇને ગયા હતાં.
જ્યાં તેમની કાર પાકીર્ગમાં મૂકીને ૧૦ : ૩૦ કલાકે પાછા ફરીને આવતા જોયું કે તેમની ગાડીનો પાછળનો ખાલી સાઇડનો ગ્લાસ તૂટેલો હતો. અને ત્યાં મૂકેલ લેપટોપ જે એચ.પી કંપની નું ૪૩૦ મોડેલ સનં.પ-૮ બી ૨૦૨૧૧૨ ટીજીનું હતું. અને તે સિલ્વર અને બ્લેક કલરનું હતું તે બાજવા વેર હાઉસના નામે છે. તે કાળારંગની બેગમાં મુકેલ હતું. જેની કિંમત રૂા.૨પ હજાર થાય છે. તે કોઇ ગઠીયો ચોર કાચ તોડીને લઇ ગયો હતો. લગ્ન મહાલી પરત કાર પાસે આવેલા પ્રિતેશભાઇને ચોરી થયાની જાણ થઇ હતી. જેથી તેમને પાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવતાં પાદરા પોલીસે ગુનો નોંધી તપાસ આરંભ કરેલ છે. આમ મોટા સમૂહમાં પાર્ટીપ્લોટ પાસે યોજાતા લગ્ન સમારંભમાં પોતાની ગાડીમાં કિંમતી ચીજવાસ્તું મૂકીને જવાથી કેટલું નુકસાન થઇ શકે છે.