મહિલા સંગઠન દ્વારા સરકારને આવક સાથે લગ્નના ખર્ચાને સાંકળવા રજુઆત
દહેજ ધારાને કડક બનાવવા મહિલા સંગઠન દ્વારા સરકારને આવક સાથે લગ્નના ખર્ચાને સાંકળવા રજુઆત થઇ છે. સરકાર દ્વારા આ સંદર્ભે વિચારણા થઇ રહી છે. જોકે ભારત દેશમાં આ કાયદો સંપૂર્ણ પણે સંભવિત બની શકશે નહી. જોકે આ કાયદાને લઇ તેની સામે ભારે વિરોધનો સૂર ઉઠે એવી સંભાવનાઓ પણ પ્રવર્તી રહી છે.
જે રીતે ચૂંટણી પ્રચારના ખર્ચ પર પણ મર્યાદા લાદવામાં આવી છે, પરંતુ ચૂંટણી દરમિયાન બેફામ ખર્ચા થઇ રહ્યા છે. જેને અટકાવવો મુશ્કેલ જ નહી અશક્ય જેવો બની રહેતો હોય છે. ત્યારે લગ્ન ખર્ચને આવક સાથે સાંકળવાના સરકારની વિચારણા કેટલા અંશે સફળ થાય તેના પર સવાલ ઉઠ્યા છે.
વ્યક્તિની આવક મુજબ જ તે પોતે લગ્નમાં ખર્ચ કરી શકે છે.
એવા કાયદાની વિચારણા હાલ થઇ રહી છે. ભારત દેશમાં લગ્નને જીવનનો સૌથી મોટો પ્રસંગ માનવામાં આવે છે અને આ પ્રસંગને માટે વ્યક્તિ જીવનભરની કમાણીનો એક ભાગ કાઢતો હોય છે. ત્યારે લગ્ન ખર્ચ લોકોની લાગણી સાથે જોડાયો હોય તેના પર આવકવેરા વિભાગનું નિરીક્ષણ લોકોને કણાની જેમ ખૂંચી શકે છે.