સુરત કોર્પોરેટ ઓફિસ ઉપરાંત ભરૂચ અને વલસાડ ઓફિસ પર પણ વૃક્ષારોપણ કરાયું
દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા હાલમાં સ્વર્ણિમ ગુજરાતની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગ રૂપે શુક્રવારના રોજ દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ઓફિસોમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
ડીજીવીસીએલની યાદીમાં જણાવ્યા પ્રમાણે કાપોદ્રા ખાતે આવેલી દક્ષિણ ગુજરાત વીજ કંપનીની કોર્પોરેટ ઓફિસમાં કંપનીના એમડી એસ.કે. સિંહા ઉપરાંત ડે. મેયર કુમાર કાનાણી સહિતના અગ્રણીઓની હાજરીમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ભરૂચ અને વલસાડની ઓફિસનાં પરિસરોમાં પણ એક જ દિવસમાં ૧૨૦૦ જેટલા રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું.
સ્વર્ણિમ ગુજરાતની ઉજવણીના ભાગ રૂપે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા છેલ્લા ચાર દિવસથી લોક જાગૃતિ માટે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને શાળાઓમાં નબિંધસ્પર્ધા, ચિત્રસ્પર્ધા સહિતના અનેકવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.