Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Daxin Gujarat >> Latest News >> Valsad
 

ગેરકાયદે હોર્ડિંગ્સ મૂકનારને એક પણ નોટિસ નહીં

 
Source: Bhaskar News, Vapi   |   Last Updated 2:37 AM [IST](09/02/2012)
 
 
 
 
 
હોર્ડિંગ્સ ખાનગી જગ્યામાં હોવાનું જણાવી પાલિકાએ હાથ ઊંચા કર્યા

વાપી પાલિકા વિસ્તારમાં કોઇ પણ જાતની પરવાનગી વગર લગાવેલાં હોડિંગ્સ બાબતે પાલિકાએ ખાનગી જગ્યામાં હોવાનું કહી હાથ ઊંચા કરી લીધા હતાં.ગેરકાયદે હોર્ડિંગ્સ લગાવનારા સામે પાલિકા તંત્ર દ્વારા એક પણ નોટિસ ફટકારી નથી. જેના કારણે પાલિકા મોટી આવક ગુમાવી રહી હોવાનું જાણકારો જણાવી રહ્યા છે.

વાપી પાલિકા દ્વારા જાહેરાતના હોર્ડિંગ્સ લગાવવા માટે એક એડ એજન્સી સાથે કોન્ટ્રાક્ટ કર્યો છે. જે મુજબ ૨૫ હોર્ડિંગ્સ આ એડ એજન્સીએ લગાવ્યાં છે, પરંતુ આ ૨૫ હોર્ડિંગ્સ સિવાય પણ જાહેર માર્ગ પર ઠેર-ઠેર હોર્ડિંગ્સ નજરે પડી રહ્યા છે. પાલિકાના અધિકારીઓના મતે ખાનગી જમીનમાં લગાવેલા હોર્ડિંગ્સમાં પાલિકાની કોઇ જવાબદારી બનતી નથી. પ્રાઇવટ પ્રિમાઇસીસમાં હોર્ડિંગ્સનું ભાડું જે-તે જગ્યાના માલિક લેતાં હોય છે. જેમાં જગ્યાના માલિક અને હોર્ડિંગ્સ લગાવનાર સાથેનો કરાર હોય છે. પાલિકા વિસ્તારમાં લગાવામાં આવેલા હોર્ડિંગ્સ બાબતે અત્યાર સુધીમાં કોઇ નોટિસ આપવામાં આવી નથી. આમ નગરપાલિકાના અધિકારીઓએ બુધવારે એમ કહીને ઊંચા હાથ કરી દિધા હતા કે ખાનગી જમીનમાં લગાવેલા હોંર્ડિંગ્સમાં પાલિકાની જવાબદારી હોતી નથી.

ટેરેસ પર મુકાયેલા હોર્ડિંગ્સ સૌથી જોખમી

વાપી નગરપાલિકા હદમાં ટેરેસ પર હોર્ડિંગ્સની સંખ્યા વધુ છે. ટેરેસ પર મોટા ૪૦ ધ્ ૨૦ ફુટના હોર્ડિંગ્સ લગાવામાં આવે છે. જેથી વાવાઝોડા સમયે મોટી જાનહાનિ થવાની શક્યતા રહે છે. આ માટે પાલિકાએ આર્કિટેક સાથે રાખી ટેરેસ પર લગાવામાં આવતા હોર્ડિંગ્સની ચકાસણી કરવી જોઇએ. જમીન પર લગાવામાં આવતાં હોર્ડિંગ્સ કરતાં ટેરેસ પર લગાવેલા હોર્ડિંગ્સ સૌથી વધુ જોખમી ગણવામાં આવે છે. જાણકારોના મતે પાલિકાએ ટેરેસના હોર્ડિંગ્સની ચકાસણી કરી તકેદારી રાખવાની જરૂર વધારો હોય છે.

નોટિફાઇડ દ્વારા પણ નોટિસ ફટકારવામાં ગલ્લા-તલ્લા

વાપી નોટિફાઇડ વિસ્તારમાં લગાવેલા ગેરકાયદે હોર્ડિંગ્સ અંગે હજુ સુધી કોઇ નોટિસ ફટકારવામાં આવી નથી. આ અંગે નોટિફાઇડના ચીફ ઓફિસર બી.ડી.મહલાએ જણાવ્યું કે, નોટિફાઇડ વિસ્તારમાં હોર્ડિંગ્સ લગાવાની પરવાનગી મેનેજમેન્ટ બોર્ડ દ્વારા આપવામાં આવે છે. જેની દેખરેખ એજન્સીએ કરવાની હોય છે. અત્યાર સુધીમાં ગેરકાયદે હોર્ડિંગ્સ બાબતે કોઇ નોટિસ આપવામાં આવી નથી.

મોબાઇલ ટાવરની જેમ ભાડું કેમ ન વસુલાય?

કોઇ પણ ખાનગી જમીનમાં આવેલા એપાર્ટમેન્ટમાં મોબાઇલ ટાવર લગાવવા માટે જે રીતે નગરપાલિકા પાસેથી મંજુરી લેવાની રહેતી હોઇ છે. આ રીતે હોર્ડિંગ્સ લગાવવા માટે નગરપાલિકાની એનઓસી આપવાની સાથે જે-તે એજન્સી પાસે અમુક રકમ વેરા પેટે પણ નગરપાલિકા વસૂલ કરી શકે છે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
5 + 2


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Who looks hotter in red bikini?
Premiere of 'Madhubala - Ek Ishq Ek Junoon'
Just Added

प्रदर्शनी में लोकनृत्यों की घटा देखने को मिली
Jism 2
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.