Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Daxin Gujarat >> Latest News >> Navsari
 

ગેરકાયદે ભઠ્ઠા તથા કોલાં પર તવાઈ

 
Source: Bhaskar News, Chikhli   |   Last Updated 12:58 AM [IST](04/02/2012)
 
 
 
 
Advertisement
 
ચીખલી તાલુકા પંચમયત દ્વારા દંડનીય કાર્યવાહી કરવાનો ઠરાવ

ચીખલી તાલુકાના ગામેગામ લાંબા સમયથી ગેરકાયદે રીતે સરકારના તમામ નીતિનિયમો નેવે મુકી ઈંટના ભઠ્ઠાઓ અને ગોળના કોલા ધમમધમી રહ્યા છે. મોડે મોડે વહીવટી તંત્રએ આળસ ખંખેરી ચીખલી તાલુકા પંચાયત દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આથી ગેરકાયદે પ્રવૃત્તિ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. ૩૦૦૦ સુધીની વસતિ ધરાવતા ગામોના ૩૬ જેટલા સંચાલકોની સામે કાર્યવાહી હાથ ધરાઈ છે.

હજુ ગામેગામ સંખ્યાબંધ ધમધમતા ઈંટના ભઠ્ઠા અને ગોળના કોલાવાળા સરકારી સાણસામાં આવે એવી નોબત આવતા સંચાલકોમાં ફફડાટ વ્યાપ્યો છે. ચીખલી તાલુકાના ગામેગામ સિઝન આવતાની સાથે જ ગોળના કોલા અને ઈંટના ભઠ્ઠાઓ સરકારીબાબુઓની રહેમનજર અને પદાધિકારીઓના અંગત સ્વાર્થ અને છુપા આશીર્વાદથી ધમધમી રહ્યા છે.

મોડે મોડે વહીવટીતંત્ર દ્વારા આળસ ખંખેરી ચીખલી તાલુકા પંચાયત દ્વારા ૨૫ જાન્યુઆરી ૨૦૧૨ના રોજ મળેલી કારોબારી સમિતિમાં ચીખલી તાલુકામાં ૩ હજારની વસતિ સુધીના ૧૫ જેટલા ગામોમાંથી ૧૯ જેટલા ઈંટના ભઠ્ઠાઓ વડપાડા, ધામધુમા, રૂઝવણી, ચિતાલી, ઝરી, કાકડવેરી, ગૌરી, ઢોલુમ્બર, ચરી અને ૧૭ ગોળના કોલાવાળા રૂઝવણી, અગાસી, કણભાઈ, સુરખાઈ, રાનવેરીખુર્દ ગામોમાં ૩૬ જેટલા સંચાલકો સામે દંડની શિક્ષાત્મક કાર્યવાહી કરવાનો ઠરાવ કરવામાં આવ્યો છે.

ઠરાવ કરાતા સમગ્ર તાલુકામાં ગેરકાયદે રીતે ઈંટના ભઠ્ઠા ચલાવતા અને ગોળ ઉત્પાદન કરનારા સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ચીખલી તાલુકા પંચાયત દ્વારા મોડે મોડે કાર્યવાહી હાથ ધરવામાં આવતા જે કામગીરી કેટલાક અંશે હાંસીપાત્ર બની છે.

પાંચ હજારની વસ્તીવાળા ગામ જિલ્લાપંચાયત હસ્તક

૩ હજાર સુધીની વસતિવાળા ગામોમાં ચીખલી તાલુકા પંચાયત દ્વારા ગોળના કોલા અને ઈંટ ઉત્પાદક સામે કાર્યવાહી કરી લાલ આંખ કરાઈ છે ત્યારે સંચાલકો દોડતા થઈ ગયા છે. જ્યારે પાંચ હજારની વસતિ ધરાવતા ગામોમાં પણ સંખ્યાબંધ ગોળના કોલા તેમજ ઈંટના ભઠ્ઠાઓ ગેરકાયદે રીતે ધમધમી રહ્યા છે અને આવી પંચાયત સામે કાર્યવાહી કરવાની જોગવાઈ જિલ્લા પંચાયતની હોય ત્યારે નવસારી જિલ્લા પંચાયત દ્વારા આ ગેરકાયદે રીતે ધમધમતી પ્રવૃત્તિ સામે પગલાં ભરાશે ખરા ?

ગેરકાયદે પ્રવૃતિથી સરકારની આવકમાં ખોટ

ચીખલી તાલુકામાં ચાલતે ગેરકાયદે ઈંટના ભઠ્ઠા અને ગોળના કોલા સામે સરકારી નીતિનિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવે તો પદાધિકારીઓ અને અધિકારીઓના ગજવામાં જતા બે નંબરી નાણાંઓ સરકારી તિજોરીમાં જમા થાય એમ છે. જે ગેરકાયદે પ્રવૃત્તિ માટે સરકારીબાબુઓની રહેમનજર હેઠળ જ કારભાર ફુલવા ફાલવા પામતા સરકારી તિજોરીમાં વર્ષે લાખો રૂપિયાનું નુકસાન થઈ રહેલું જોવા મળે છે.

કેટલાક ગોળના કોલા બંધ થવા આવ્યા

ચાલુ સિઝનમાં ગામેગામ ધમધમતા ગોળના કોલાઓમાંથી કેટલાક ગામોના કોલાઓ તો બંધ થવા આવ્યા છે ત્યારે મોડે મોડે ચીખલી તાલુકા પંચાયત દ્વારા હાથ ધરાયેલી દંડનીય કાર્યવાહી શંકા ઉપજાવનારી સાબિત થઈ છે. જ્યારે આખી સિઝન ધમધમતા ગોળના કોલાઓ સામે સરકારી બાબુઓએ કેમ આંખ આડા કાન કરી દંડનીય કાર્યવાહી ન કરી ગેરકાયદે પ્રવૃત્તિઓ ચલાવી લીધી એ તપાસનો વિષય બન્યો છે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
10 + 3


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Who looks hotter in red bikini?
Premiere of 'Madhubala - Ek Ishq Ek Junoon'
Just Added

प्रदर्शनी में लोकनृत्यों की घटा देखने को मिली
Jism 2
 
 
 
 
|  
|  
 


Group Sites: Dailybhaskar.com|Dainikbhaskar.com|Divya Marathi|Business Bhaskar|MyFM

Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.