-જિલ્લા કે સંખેડા હોમગાર્ડ પાસેથી કબજો લેવાયો જ નથી
-નોટિસ પણ અપાઇ નથી
સંખેડા ખાતે હોમગાર્ડ યુનિટને ફાળવેલી જમીન પરત લેવાતા તે જમીન અંગે સંખેડા હોમગાર્ડ યુનિટે સંખેડા મામલતદારને લેખિતમાં રજૂઆત કરી છે. જેમાં વિવિધ છ મુદ્દાઓ અંગેની રજૂઆત થઇ છે.
સંખેડા હોમગાર્ડ યુનિટને પરેડ માટે ગ્રાઉન્ડની જરૂર હોવાથી સંખેડા હોમગાર્ડ યુનિટે વડોદરા કલેક્ટરને અરજી કરી હતી. તેના અનુસંધાને સંખેડા સર્વે નંબર ૨૩૨ પૈકીની હે.૦-૭૨-૦૦ પડતર જમીન ફાળવાઇ હતી. હોમગાર્ડ યુનિટને કમાન્ડીંગ ઓફિસરની અરજીના આધારે કબજા પાવતીના આધારે એન્ટ્રી નંબર ૨૭૧૦ તા.૧૭-૨-૧૯૮૭ના હુકમથી મંજૂર કરી હતી.
સંખેડા સર્વે નંબર ૨૩૨ પૈકીની પરેડ માટે આપેલી જમીન પરેડ માટે ખુલ્લી રખાઇ છે. એટલે સંખેડા યુનિટે કાચુ કે પાકુ બાંધકામ કર્યું નથી. ૧૯૮૬થી સંખેડા હોમગાર્ડને જે જમીન તબદીલ કરવામાં આવેલી છે. તેનો કબ્જો જિલ્લા હોમગાર્ડ વડોદરાને હિસ્સા ફોર્મ નંબર.૪ ડિસ્ટ્રિક્ટ કચેરી તરફથી આપવામાં આવેલી છે. તેથી ખરા કબજેદાર જિલ્લા કમાન્ડન્ટ છે.
સર્વે નંબર-૨૩૨ પૈકી છે. ૦-૭૨-૦૦ પૈકી બાકી રહેલી જમીનમાં વિવિધ કચેરીઓ, ક્વાર્ટર્સ તથા અન્ય વ્યક્તિને ફાળવેલી છે. અને તેઓના નામે કબ્જો ધરાવે છે. એટલે કે સંખેડા ગ્રામ પંચાયતની હે.૧-૦૦-૦૦ મળીને કુલ હે.૭-૯૪-૧૬ થાય છે. એટલે કે તાલુકા સેવાસદન માટે મામલતદાર-સંખેડાને કચેરી માટે જમીન ફાળવવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. બાકીની જગ્યા ફાળવાય તો સંખેડા હોમગાર્ડ યુનિટના જણાવ્યા મુજબ તેમને કોઇ વાંધો નથી. ગામ નમૂના નંબર-૬ના હક્ક પત્રકે પાડવામાં આવેલી એન્ટ્રી નંબર ૩૯૧૯ તા.૧૨-૧-૨૦૧૨ પાડવામાં આવી છે. તે મંજૂર થઇ શકે તેમ નથી. કારણ કે આ જમીન બાબતનો કબ્જો વડોદરા જિલ્લા હોમગાર્ડ અગર સંખેડા હોમગાર્ડ પાસેથી લેવામાં આવ્યો નથી. એટલે એન્ટ્રી નંબર૩૯૧૯ રદ થવા પાત્ર છે. લેવડ-દેવડની કોડની કલમ ૧૩પ ડીની નોટિસ સંબંધકર્તાઓને પણ બજાવવામાં આવી નથી. એટલે સરકાર જ કાયદાનું ઉલ્લંઘન કરતી હોઇ માનવાપાત્ર છે અને કાયદો હાથમાં લઇ લે છે.