Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Daxin Gujarat >> Latest News >> Valsad
 

આખરે પાલિકા દ્વારા હોર્ડિંગ્સનો સરવે હાથ ધરાયો

 
Source: Bhaskar News, Vapi   |   Last Updated 2:01 AM [IST](11/02/2012)
 
 
 
 
 
દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ ગેરકાયદે હોર્ડિઁગ્સ દૂરકરવા પ્રજાજનોની પણ માગ

વાપી વિસ્તારના શહેરીજનો પણ ગેરકાયદે હોર્ડિંગ્સ દૂરકરવા માગ કરી રહયાં છે


વાપી નગરપાલિકા હદ અને નોટિફાઇડ વિસ્તારમાં કોઇ પણ જાતની પરવાનગી વગર લગાવેલા હોર્ડિગ્સનું જંગલ હટાવવા દિવ્ય ભાસ્કરે અભિયાન હાથ ધર્યું તેના પગલે આખરે શુક્રવારે વાપી નગરપાલિકા દ્વારા પાલિકા વિસ્તારમાં આવેલા હોર્ડિગ્સના સર્વેની કામગીરી હાથ ધરાઇ હતી. વાપીના પ્રજાજનો પણ ગેરકાયદે હોર્ડિગ્સ દૂરકરવાની માગ કરી રહ્યાં છે.


વાપીના જાહેર માર્ગ પર ગેરકાયદે હોર્ડિગ્સના કારણે ઠેર-ઠેર હોર્ડિગ્સ જ નજરે પડે છે.નગરપાલિકા અને નોટફિાઇડના ચોપડે માત્ર ગણતરીના હોર્ડિગ્સ નોંધાયેલા છે.છેલ્લા ત્રણ-ચાર વર્ષમાં હોર્ડિગ્સની સંખ્યા વધી રહી છે.પરંતુ ગેરકાયદે હોર્ડિગ્સ સામે નગરપાલિકા દ્વારા તેની નોંધણીની કોઇ કાર્યવાહી હાથ ધરાઇ ન હતી.જેના કારણે પાલિકા મોટી આવક ગુમાવી રહી છે.દિવ્ય ભાસ્કરની ટીમે વાપી વિસ્તારના ગેરકાયદે હોર્ડિગ્સ દૂર કરાવવા છેલ્લા ચાર દિવસથી અભિયાન હાથ ધયું હતું.આ અભિયાન બાદ શુક્રવારે વાપી નગરપાલિકા દ્વારા પાલિકા હદ વિસ્તારના હોર્ડિગ્સની સરવેની કામગીરી હાથ ધરાઇ છે.


વાપીમાં ઠેરઠેર મુકાયેલા ગેરકાયદે હોર્ડિંગ્સને દૂર કરવાના અભિયાનમાં દિવ્ય ભાસ્કરના અસંખ્ય વાચકોએ એસએમએસ દ્વારા ટેકો આપ્યો હતો.


હોર્ડિંગ્સના મુદ્દે કોણ શું કહે છે !


ગેરકાયદે હોર્ડિઁગ્સ સામે કાર્યવાહી કરાશે


વાપી નગરપાલિકાના બાંધકામ વિભાગના કર્મચારી રાજેશ સુર્યવંશીએ જણાવ્યું કે દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ હોર્ડિંગ્સના સરવેની કામગીરી હાથ ધરાઇ છે.નગરપાલિકા વિસ્તારના તમામ હોર્ડિંગ્સની ગણતરી કરાયા બાદ ગેરકાયદે હોર્ડિગ્સ સામે કાર્યવાહી કરાશે.શુક્રવારે પાલિકાના કર્મચારીએ સરવેની કામગીરી કરી છે.


ચશ્માવાળાને હોર્ડિગ્સથી અસર થાય છે


સામાન્ય વ્યક્તિઓને હોર્ડિગ્સની સીધી અસર થતી નથી.પરંતુ આંખની બિમારી વાળા કે ચશ્મામાં પહેરતાં લોકોને તેની અસર થાય છે.મોટા હોર્ડિગ્સને જાઇને આંખની બિમારીવાળા વ્યક્તિઓને આંખે થોડી વાર માટે અંધારુ લાગવાની શક્યતા રહે છે. ડૉ.ઉષાબેન હેરંજન,ઓપ્થેલ્મોજિસ્ટ,વાપી


હોર્ડિગ્સની કામગીરી પાલિકામાં થાય છે


ગેરકાયદે હોર્ડિગ્સ સામે કાર્યવાહી કરવાની કામગીરી પાલિકાની હોય છે.કોઇ અશ્વલીલ ચિત્રવાળા હોર્ડિઁગ્સ હોય અને કોઇ ફરિયાદ કરે તેવા સંજોગોમાં પોલીસ કાર્યવાહી કરી શકે છે.સામાન્ય રીતે હોર્ડિગ્સની કાર્યવાહી નગરપાલિકામાંથી થાય છે. એન.કે.કામળિયા,પી.એસ.આઇ,વાપી ટાઉન પોલીસ મથક


નોટિફાઈડ દ્વારા કોઈ કાર્યવાહી નહીં


નોટિફાઈડ હદ વિસ્તારમાં ગેરકાયદે હોર્ડિગ્સ સામે હજુ સુધી કોઈ કાર્યવાહી હાથ ધરાઈ નથી. આ વિસ્તારમાં જોખમી હોર્ડિગ્સ હોવા છતાં પણ જવાબદાર અધિકારી દ્વારા કોઈ કાર્યવાહીનો આદેશ કરાયો નથી.


બોર્ડની બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરાશે


ટૂંક સમયમાં વિકાસના કામો માટે નોટફિાઇડની બેઠક મળનારી છે.જેમાં હોર્ડિગ્સના મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.જે પરવાનગી વગરના હોર્ડિગ્સ છે તેની સામે યોગ્ય કાર્યવાહી કરાશે. કનુભાઇ દેસાઈ, ચેરમેન,વાપી નોટિફાઇડ


 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
4 + 4


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Who looks hotter in red bikini?
Premiere of 'Madhubala - Ek Ishq Ek Junoon'
Just Added

प्रदर्शनी में लोकनृत्यों की घटा देखने को मिली
Jism 2
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.