ગણદેવી તાલુકાના ભાઠલા ગામની સ્કૂલમાંથી ૧ લાખની કિંમતના કમ્પ્યૂટરની ગત વર્ષ જુલાઈ માસમાં ચોરી થઈ હતી
ગણદેવીના ભાઠલા ગામની બી.કે.પટેલ હાઇસ્કૂલમાંથી ગત જુલાઇ માસમાં R એક લાખની કિંમતના કમ્પ્યૂટરની ચોરીમાં સંડોવાયેલા પાંચ ઇસમોને ડુંગરી પોલીસે કમ્પ્યૂટરો સાથે ઝડપી પાડ્યા હતા.
ભાઠલાની બી.કે.પટેલ સાર્વજનિક હાઇસ્કૂલમાંથી ગત ૧૨મી જુલાઈની રાત્રે શાળાના કમ્પ્યૂટર રૂમના દરવાજાનું તાળંુ-નકુચો તોડી R ૧ લાખની કિંમતના પાંચ મોનિટર, પાંચ સીપીયુ અને ૩ યુપીએસની ચોરી થયાની ફરિયાદ બીલીમોરા પોલીસ સ્ટેશને નોંધાઇ હતી. જે મુદ્દે બીલીમોરા પોલીસે ડુંગરી પોલીસને તપાસ સાંેપી હતી.
ડુંગરી પોલીસે તપાસ દરમિયાન જુહીલ રમણ પટેલ, હાર્દિક બિપીન પટેલ બન્ને રહે.ઝોરાવાસણ તથા હાર્દિક શૈલેષ પટેલ, પ્રજ્ઞેશ ઉર્ફે લાલુ બિપીન પટેલ અને મહેશ છીબુ પટેલ તમામ રહે.ઓલગામ વલસાડ, ને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી હતી. જેમાં હાર્દિક બિપીન પટેલે ચોરી કરેલા કમ્પ્યૂટર પ્રકાશ ઉકા પટેલ તથા મુકેશ ઉકા પટેલ ઓલગામને વાપરવા આપ્યા હતા. પોલીસે ચોરાયેલા તમામ કમ્પ્યૂટર સિસ્ટમ કબજે કરી આરોપીઓને બીલીમોરા પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે.