પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટરોને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે શુભેચ્છા વિદાય
ધરમપુરના બામટી ગામના હિતેશ પટેલ, કપરાડાના પીપલસેત ગામના સુભાષ ભોયા અને ફલધરા ગામના કેતન પટેલની ભારતીય અંધજન ક્રિકેટ ટીમમાં પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટર તરીકે પસંદગી થતાં આગામી ૮મીથી ૧૬મી ઓગષ્ટ દરમિયાન ઇંગ્લેન્ડના લંડન ખાતે રમાનારી બ્લાઇન્ડ ક્રિકેટ ટુનૉમેન્ટમાં તેઓ ઉજજવળ દેખાવ કરીને પોતાના દેશનું ગૌરવ વધારે તે માટે શુભેચ્છા વિદાય આપવામાં આવી હતી.
જે પ્રસંગે આ ત્રણેય પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટરોને ક્રિકેટકીટ જરૂરી કપડાં અને સામગ્રી ખરીદવા માટે ચાળીસ હજારની સહાય કરનાર થાણેની માતૃભૂમિ ઇન્ડિયા ફાઉન્ડેશન ગ્રુપ ઓફ કંપની, નાનાપોંઢાના ડાયરેક્ટર વી. પટેલ અને એકઝીકયુટીવ ડાયરેક્ટર નવીન ભીંસરા, સીઆરસી કો-ઓડિeનેટર બીપીનભાઇ પટેલ, દિનેશભાઇ પટેલ, જયેશભાઇ તેમજ અસંખ્ય ક્રિકેટ પ્રેમીઓ, શુભેચ્છકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.