વલસાડ સમાજ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા નિ:શુલ્ક બેઝિક કમ્પ્યુટરનું જ્ઞાન આપવામાં આવે છે
વેકેશનનો સદઉપયોગ થાય અને આર્થિક રીતે પગભર થઇ પરિવારને મદદગાર થવાના હેતુસર સમાજના મધ્યમ વર્ગની મહિલાઓ અને અધુરો અભ્યાસ છોડી દેનાર વિદ્યાર્થીનીઓ માટે શ્રમજીવી મહિલા કલ્યાણ ટ્રસ્ટ દ્વારા છેલ્લા બે વર્ષથી બેઝિક કમ્પ્યુટરનો કોર્સ નિ:શુલ્ક ચલાવવામાં આવી રહ્યો છે. કમ્યૂનિટી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ સ્કીમ હેઠળ સમાજ કલ્યાણ ટ્રસ્ટ અને શ્રમજીવી મહિલા કલ્યાણ ટ્રસ્ટ જેવી સહયોગી સંસ્થાઓ દ્વારા વલસાડ ખાતે છેલ્લા બે વર્ષથી નિ:શુલ્ક બેઝિક કમ્પ્યુટરનું જ્ઞાન આપવામાં આવી રહ્યુ છે.
સમાજના મધ્યવર્ગની અને માત્ર ગૃહકામ કરતી મહિલાઓ તેમજ અધુરો અભ્યાસ છોડી દઇ ઇતર પ્રવૃત્તિ કરતી વિદ્યાર્થિનીઓ કમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન મેળવી પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ બની શકે, તે હેતુસર ઉનાળુ અને દિવાળી વેકેશનનો સદઉપયોગ કરી આ તાલીમ શિબિરમાં ૩૦થી વધુ તાલીમાર્થી બહેનોને બેઝિક કમ્પ્યુટરનું જ્ઞાન કમ્પ્યુટરના નિષ્ણાત શિક્ષિકાઓ દ્વારા અપાઈ છે.
ધો.૮ અને ૯ સુધીનો અભ્યાસ અધુરો છોડી દેનાર યુવતીઓ અને ઘરકામ કરતી મહિલાઓ કમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન મેળવી આર્થિક ઉપાર્જન કરી પોતાના પરિવારને મદદરૂપ બની શકે છે.
કમ્પ્યુટરનું જ્ઞાન મેળવી સારાપગારની નોકરીની તક
સમાજના મધ્યમ અને નબળા વર્ગની બહેનો અને યુવતીઓ બન્ને વેકેશન દરમિયાન યોજાઇ રહેલા કમ્પ્યુટર તાલીમ વર્ગમાં કમ્પ્યુટરનું જ્ઞાન મેળવી વિવિધ જગ્યાએ સારા પગારની નોકરી પણ મેળવી શકે છે.’’ - અર્ચનાબેન દેસાઈ, સમાજ કલ્યાણ ટ્રસ્ટ