દાંડી ખાતે કન્યા છાત્રાલયનું ભૂમિપૂજન, આ સાથે સંસ્થાને માતબર દાનની જાહેરાત
માતા જન્મ આપે છે પણ શિક્ષણ જીવન અપેg છે.ગુરૂ જીવનને ગરિમામય બનાવે છે. રાષ્ટ્રપ્રમુખ બન્યા બાદ ડૉ.અબ્દુલ કલામે પ્રથમ ગુરૂના આશીર્વાદ મેળવ્યા હતા. શિવાજી મહારાજે પણ એમના ગુરૂના કહેવાથી રાષ્ટ્રદ્રોહી મામાને જીવતદાન આપી યોગ્ય સજા કરી હતી એટલે સાચું શિક્ષણ મનુષ્યને સાચો માનવ બનાવી શકે છે. ઉપરોકત શબ્દો ઐતિહાસિક દાંડી ખાતે નિર્માણ થનાર કન્યા છાત્રાલયના ભૂમપિુજન પ્રસંગે નવસારીના સાંસદ સી.આર.પાટીલે ઉચ્ચાર્યા હતા.
આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા આ વિસ્તારના ધારાસભ્ય આર.સી.પટેલે કેળવણી મંડળ ટ્રસ્ટ તથા વિનય મંદિર દાંડી હાઇસ્કૂલની કામગીરીને બિરદાવી હતી તથા શાળાએ બોર્ડની પરીક્ષામાં મેળવેલ ૯૦થી ૧૦૦ ટકા સુધીના પરિણામ માટે આચાર્ય મોહનભાઇ પટેલ તથા સ્ટાફની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે નવસારીના સાંસદ સી.આર.પાટીલે છાત્રાલયના મકાન માટે એમના સાંસદ ફંડમાંથી રૂપિયા વીસ લાખના દાનની તથા ધારાસભ્ય આર.સી.પટેલે એમના ફંડમાંથી રૂપિયા ત્રણ લાખના દાનની જાહેરાત કરી હતી.
તે ઉપરાંત ૧,૧૧,૧૧૧/ રૂપિયા વાસંતીબેન શાંતિલાલ ચપલાવાલા તથા રૂપિયા ૧,૧૧,૧૧૧/-ભાનુબેન ધીરૂભાઇ ચપલાવાલા તરફથી તથા નવસારી જિલ્લા જાહેર આરોગ્ય સમિતિના અધ્યક્ષ અનિલભાઇ પટેલ તરફથી ૧૧,૧૧૧/-નું દાન પ્રાપ્ત થયું હતું. આ પ્રસંગે ટ્રસ્ટના મંત્રી ધીરૂભાઇ પટેલે દાંડી ખાતે શિક્ષણની એક અભિનવ સંસ્થા સાકાર થશે અને પ્રદેશના વિદ્યાર્થીઓને અધ્યતન સુવિધા સાથેનું કન્યા છાત્રાલય આગામી જુન મહિનાથી પ્રાપ્ત થશે એવી શ્રદ્ધા વ્યક્ત કરી હતી.