ભારતીય જનતા પાર્ટીના શિક્ષણ સેલ દ્વારા સારસ્વત સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જીવનભારતી સંસ્થાની મો.વ. બુનકી બાળભવનનાં આચાર્યા રેણુબેન જોશીનું શિક્ષણ ક્ષેત્રે બહુમૂલ્ય યોગદાન માટે સન્માન કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં સુરત શહેર ભાજપ પ્રમુખ પૂર્ણેશભાઈ મોદી દ્વારા રેણુબહેનનું ‘શ્રી ગીજુભાઈ બધેકા સન્માન એવોર્ડ’ અને પ્રશિસ્તપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.