Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Daxin Gujarat >> Latest News >> City Bhaskar Surat
 

ભાસ્કર અને રાજહંસ ગ્રુપે વિકલાંગ બહેનોને આપી વીરપસલીની ભેટ

 
Source: Bhaskar News, Surat   |   Last Updated 3:39 AM [IST](28/08/2010)
 
 
 
 
 
‘દિવ્ય ભાસ્કર’ અને રાજહંસ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે ૪ વિકલાંગ બહેનોને આર્થિક રીતે પગભર થવા વીરપસલીમાં ભેટ તરીકે સીવવાના સંચા અપાયા હતા. રાજહંસ મલ્ટિપ્લેક્સ ખાતે કાર્યક્રમ દરમિયાન લગભગ ૨૮ હજાર રૂપિયા જેવી રકમ ભેગી કરાઈ હતી. આ રકમનો ઉપયોગ જયોતિ નામની એક લોહીની બીમારીથી પીડિત મહિલાને અને ૪ વિકલાંગ બહેનોને સીવવાના સંચા આપવા કરાયો હતો.

દિવ્ય ભાસ્કરે હંમેશાં સમાજ અને જરૂરિયાતમંદ લોકો વચ્ચે સેતુ બનવાનું કાર્ય કર્યું છે. સમારોહમાં જરૂરિયાતમંદોને મદદ માટે લગભગ ૨૮ હજાર રૂપિયાની રકમ ભેગી કરાઈ હતી. આ રકમમાંથી શુક્રવારે પ્લાસ્ટિક એનિમિયાથી પીડિત મહિલા અને ૪ વિકલાંગ બહેનોને પગભર થવા માટે સીવવાના સંચા ભેટ અપાયા હતા.

આ ચારે બહેનો લગભગ ૭૫ ટકા જેટલી વિકલાંગ હતી. તેઓ સીવવાના સંચાથી આર્થિક રીતે પગભર થઈ પરિવાર માટે મદદરૂપ થઈ શકે તે હેતુથી બળેવની યાદગીરી તરીકે સંચા ભેટ અપાયા હતા. જ્યારે જયોતિબહેન નામની પ્લાસ્ટિક એનિમિયાથી પીડિત મહિલાને સારવાર માટે આર્થિક મદદ કરાઈ હતી. સંચા મેળવનાર બહેનો અંકિતા પરીખ, જયોતિ આહીર, એકતા વ્યાસ અને અનિતા કનોજેને રાજહંસ ગ્રુપના મનોજભાઈ અને હિતેશભાઈ તથા પૂર્ણિમા એડ્ એજન્સીના દેવેશભાઈ શરાફે સંચા સહાય આપી હતી.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
8 + 1


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.