દશામાના વ્રત માટે પૈસા માગ્યા
યુવતીને વિશ્વાસમાં લઈ મહિલા અને પુરુષ હાથ અજમાવી ગયાં
વાંસદાના પીપલખેડ ગામે રમેશભાઇ પટેલની છોકરીની એકલતાનો લાભ લઇ એક અજાણી બાઇ તથા પુરૂષ વિધિ કરવાના બહાને સોનાનું મંગળસૂત્ર તથા કાનની સેર પડાવી જતા વાંસદા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
પીપલખેડ ખુશાલ ફળિયાની રહીશ અને સુરતમાં હોસ્ટેલમાં રહી એફ.વાય.બી.એસ.સી માં અભ્યાસ કરતી રમેશભાઇ પટેલની પુત્રી દીપિ્ત (ઉ.વ ૧૮) ૨૦મીએ બપોરે મહેમાન નેહલ સાથે ઘરમાં એકલાજ હતા. ત્યારે એક અજાણી બાઇ કેશરી કલરની સાડી પહેરેલી ઉમર લગભગ ૪૫ વર્ષ અને ૩૦ વર્ષનો પુરૂષ જેણે પેન્ટ-શર્ટ તથા ટોપી પહેરેલા હતા. તેમણે દશામાના વ્રત માટે પૈસા માંગતા દીપ્તિએ ૨૧ R આપ્યા હતા. ત્યારબાદ શાપ આપ્યો છે કહી મોબાઈલ નંબર લઈ ગયા. બે દિવસ પછી વાંસદા બસસ્ટેન્ડ પર જીપમાં અજાણી સ્ત્રી અને પુરૂષે દીપિ્ત અને નેહલને બોલાવ્યા હતા.
અજાણી સ્ત્રીની માંગણી પ્રમાણે દીપ્તિએ નેહલ સાથે પિતાની વીટી મોકલતા વીટી વિધિમાં નહી ચાલે એમ કહી મહિલા ઘરે આવી હતી. દીપિ્તએ મહિલાની વાતમાં ભોળવાઇ જઇ માતાનું ચાર તોલાનું મંગળસૂત્ર અને કાનસેર આપી દીધા. તેના પિતા ઘરે આવે ત્યાર પછી તેની હાજરીમાં આવી આપી જશે એમ જણાવ્યું હતું. બીજા દિવસે પોતે છેતરાઇ હોવાનો અહેસાસ થતા માતા પિતાને વાત કરતા તેઓએ ફરીયાદ કરી હતી. વાંસદા પોલીસે બે અજાણ્યા મહિલા તથા પુરૂષ વિધિના બહાને ચાર તોલાનું મંગળસુત્ર કિંમત R ૬૦,૦૦૦ તથા કાનનીસેર પડાવી ગયાની ફરીયાદ નોંધી છે. આ સાથે ગુનો દાખલ કરી ફરીયાદી આરોપીનોે સ્કેચ તૈયાર કરી રહી છે.
વિધિ માટે દાગીના જોઈશે કહીં લઈ ગયા
તમારે સોમવાર કરવો પડશે તથા ઘરમાંથી ચોખા આપો તો તમારા વિષે બધું કહી દઇશ. તેથી ચોખા આપ્યા હતા, પછી જણાવેલ કે તમોને કોઇકે શાપ આપેલ છે, તેની વિધિ કરવી પડશે અને વિધિ પટે રૂ.૩૮૪ -માગ્યા હતા. અજાણી સ્ત્રીએ મોબાઇલ નંબર આપો એમ કહેતા. મો. નં ૯૪૨૮૩૮૭૪૦૧ આપ્યો હતો. ૨૧મીએ મોબાઇલ નંબર ૯૭૩૭૧૩૭૧૮૬ - ૯૭૨૩૪૨૨૧૯૯ તથા ૯૭૧૪૧૭૩૦૨૧ પરથી ફોન આવ્યો હતો. ત્યારબાદ મહિલાએ વાંસદા નવા બસ સ્ટેન્ડ પર બોલાવતા દીપિ્ત તથા નેહલ ગયા હતા. આગલા દિવસની વિધિ માટે બે સોનાની વસ્તુ જોઇશે કહેતા દીપિ્તએ કાનમાની સેર તથા બુંટી આપી હતી. મહિલાએ કાન સેર ચાલશે પણ બુટી નહી ચાલે એમ કહી મંગળસૂત્ર લીધુ હતું. ત્યારબાદ બે દિવસ બાદ પરત કરવાનું કહ્યું, છતાં ન આવતા છેતરાયાની ખબર પડી હતી.