સેલવાસથી અપહરણ કરી હત્યા કર્યા બાદ લાશને વાપી જીઆઈડીસી જે-ટાઈપ વિસ્તારમાં ફેંકી દેનાર મુખ્ય આરોપીની જીઆઈડીસી પોલીસે ધરપકડ કર્યા બાદ સોમવારે વધુ બે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરી શુક્રવાર સુધીના રિમાન્ડ લીધા છે.
વાપીના જે-ટાઈપ વિસ્તારમાં ગત ૧૬ ફેબ્રુઆરીનાં રોજ સેલવાસના સુંદરવન સોસાયટીમાં રહેતા આકાશ જાવલેની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. પોલીસે આ પ્રકરણમાં સેલવાસનાં માથાભારે બંટી ઉર્ફે આલોક જુગલ કિશોર શર્મા સહિત છ આરોપી સામે હત્યા અને અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વાપી જીઆઈડીસી પોલીસે મુખ્ય આરોપી બંટી ઉર્ફે આલોક જુગલ કિશોર શર્માની અગાઉ ધરપકડ કર્યા બાદ સોમવારે અનિલ જમનાદાસ વૈષ્ણવ અને દિપક ઉર્ફે દેવ બખ્તાવર સિંગ બિસ્ટની ધરપકડ કરી હતી. મોડી સાંજે બંને આરોપીને વાપીની કોર્ટમાં રજુ કરી રિમાન્ડ લીધા હતા.