Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Daxin Gujarat >> Latest News >> Navsari
 

સંભવિત ભારે વરસાદને મુદ્દે તાકીદની બેઠક

 
Source: Bhaskar News, Navsari   |   Last Updated 3:32 AM [IST](31/08/2010)
 
 
 
 
Advertisement
 
ઈન્ડિયન મેટિરીયોલોજીકલ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી સૂચનાને લઇ ૩૧મી ઓગસ્ટ અને ૧લી સપ્ટેમ્બરના રોજ ભારેથી અતભિારે વરસાદની સંભાવના છે. જે લક્ષમાં લઈ કોઈપણ પરિસ્થિતિમાં તમામ સ્તરે તંત્ર દ્વારા આગોતરા આયોજન અર્થે સોમવારે એક તાકીદની બેઠક કલેક્ટર ડી.પી. જોષીના અધ્યક્ષસ્થાને મળી હતી.

આ ભારેથી અતિભારે વરસાદની સંભવિત પરિસ્થિતિમાં તંત્રમાં કોઈપણ રીતે કચાશ ન રહે તે માટે અધિકારીઓને સૂચના આપી હતી. જિલ્લાના અધિકારીઓને આવશ્યક મહત્વની સૂચનાઓની અમલની કામગીરી પ્રાંત અધિકારી એમ.એસ. ગોહિલે હાથ ધરી હતી. નીચાણવાળા વિસ્તારમાં જ્યાં પાણી ભરાય છે ત્યાં આગોતરા આયોજન કરવા સંબંધિત અધિકારીઓને સૂચનાઓ અપાઈ હતી.

આ ઉપરાંત પુરવઠાની પરિસ્થિતિ, પશુપાલન, આરોગ્ય સેવા, ટેલિફોન, વીજ વગેરે સુવિધાની સમીક્ષા સાથે સૂચના અપાઈ હતી. ઉપરાંત કેશડોલ, ફૂડ પેકેટ, લાઈફ જેકેટ, હોડી, દોરડા, વાયરલેસ સેટ સહિતના સાધનો તૈયાર રાખવા સૂચના અપાઈ હતી.

બેઠકના અંતે કલેક્ટરે તમામ મુખ્ય મથકે હાજર રહેવા પણ સૂચનો આપી હતી.

પહેલીએ ૯ ઇંચ વરસાદની સંભાવના

હવામાન વિભાગ દ્વારા તાજેતરની તમામ આગાહી સંપૂર્ણત: સાચી પડી છે. આવી આગાહી અનુસાર ૩૧મીએ ૧૧૫ મિ.મિ. સરેરાશ ચારથી પાંચ ઇંચ અને અને ૧લીએ ૨૨૩ મિ.મિ. (૯ ઇંચ) વરસાદની સંભાવના છે. બેઠકમાં જુજ તથા કેલિયા ડેમ જેવા જિલ્લાના ડેમ-જળાશયોને લક્ષમાં લઈ સલામતીના પગલાં સૂચવવામાં આવ્યા હતા.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
7 + 10


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.