આટોમોબાઇલ ક્ષેત્રે જાણીતી કંપની ટોયોટાએ કયુ વર્લ્ડ કંપનીના બેનર હેઠળ નવી મિડસાઇઝ કાર ઇટીઓસનું પ્રિવ્યુ મોડેલ તૈયાર કર્યું છે. શનિવારે મગદલ્લા-હજીરા રોડ પર આવેલા નાણાવટી ટોયોટા શો-રૂમમાં કંપનીના મેનેજર ડાયરેક્ટર હિરોશી નાકાગાવા અને ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર સંદીપસિંઘની ઉપસ્થિતિમાં આ મોડેલ રજૂ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નાણાવટી ટોયોટાના હિતેન્દ્ર નાણાવટીએ કહ્યું હતું કે કયુ વર્લ્ડ ભારતમાં ચાર મહિના સુધી આ અભિયાન ચલાવશે. ટોયોટાના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર સંદીપસિંઘ સાન સાથે ‘દિવ્ય ભાસ્કર’એ એક્સકલુઝિવ મુલાકાત યોજી હતી.
પ્રશ્ન : ઇટીઓસ કારની લોન્ચિંગ પ્રાઇસ કેટલી રહેશે?
જવાબ : અત્યારે અમે ગ્રાહકોનો અભિપ્રાય મેળવી રહ્યા છીએ એટલે પ્રાઇઝ નક્કી કરવામાં આવી નથી. આઇ-૨૦, િસ્વફ્ટ જેવી કારની સ્પર્ધા કરવા માટેઇટીઓસ ઉતારવામાં આવી છે.
પ્રશ્ન : ઇટીઓસ કારનું ઉત્પાદન કેટલું થવાની ધારણા છે?
જવાબ : એક વર્ષમાં ૭૦,૦૦૦ કારનું ઉત્પાદન કરવાની ધારણા છે, જ્યારે અન્ય મોડેલો સહિત કુલ ૧,૪૦,૦૦૦ કારનું ઉત્પાદન કરવામાં આવશે. કારનું ઉત્પાદન વધારવા કંપનીએ બેંગ્લોર ખાતે મોટી જગ્યામાં વર્કશોપ શરૂ કર્યું છે.
પ્રશ્ન : કારની નિકાસ કરશો?
જવાબ: અત્યારે ભારતમાં જ આ કારનું વેચાણ કરવામાં આવશે, ઉત્પાદન વધે પછી નિકાસનું વિચારાશે.