Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Daxin Gujarat >> Latest News >> Valsad
 

ત્રણ વર્ષ ચાલેલા અપહરણના નાટકનો અંત

 
Source: Bhaskar News, Vapi   |   Last Updated 2:27 AM [IST](12/06/2011)
 
 
 
 
 
છીરીના આધેડ મુસ્લિમે ઉછીના લાખો રૂપિયા પરત ન કરવા અપહરણનું તરકટ કર્યું હતું

અપહ્યતની પત્નીએ હાઇકોર્ટમાં અરજી કરતા વાપી પોલીસે ઉત્તરપ્રદેશથી મેળવેલો કબજો


વાપીના છીરીગામે ગાલામસાલા વિસ્તારમાં રહેતો ૪૬ વર્ષીય મુસ્લીમ ત્રણ વર્ષથી રહસ્યમયરીતે ગાયબ થઇ ગયો હતો.ગુમ થનારની પત્નીએ પતિનું છીરી ગામના મુસ્લિમ પરિવારે અપહરણ કર્યાની પોલીસ અધિક્ષકને ફરિયાદ કરી હતી. પોલીસ તપાસથી સંતોષ ન થતા મહિલાએ હાઇકોર્ટમાં રીટપીશીન દાખલ કરતા પોલીસે આખરે ઉત્તરપ્રદેશથી અપહ્યત નો કબજો મેળવી વાપી આવી હતી.લાખો રૂપિયા ઉછીના લીધા બાદ ઉધરાણીથી બચવા નાટક કર્યું હોવાનું જાણવા મળે છે.

છીરીગામે ગાલામસાલા વિસ્તારમાં રહેતો અને ભંગારનો ધંધો કરતો ૪૬ વર્ષીય તૌફિક અસગરઅલી ચૌધરી ગત વર્ષ ૨૦૦૯માં વાપી સ્ટેશનથી ટ્રેનમાં બેસી મુંબઇ ગયા બાદ પરત ન થયો હોવાની ફરિયાદ તેની પત્ની મજીદુન્નીશા ચૌધરીએ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. પોલીસે આ પ્રકરણમાં જરૂરી તપાસ કરી આરોપીના નિવેદનો લીધા હતા. હાઇકોર્ટમાં પોતાના પતિનું અપહરણ કરી હત્યા કરી દેવામાં આવી હોવાની રીટપીટીશન દાખલ કરી હતી.

કોર્ટે આ પ્રકરણમાં ગંભીરતાથી લઇને આ કેસની તપાસ આઇપીએસ કેડેરના અધિકારી દ્વારા કરવા માટે આદેશ કર્યો હતો. કોર્ટના આદેશના પગલે વલસાડ જિલ્લાના પોલીસ અધિક્ષક ડી.બી. વાધેલાએ તપાસ હાથ ધરી મજીદુન્નીશા ચૌધરીના મોબાઇલ ટ્રેસ આઉટ કરી તૌફિક ચૌધરી નેપાળ બોર્ડર ઉપર આવેલા ઉત્તરપ્રદેશના બલરામપુર જિલ્લાના માલદાગામ ખાતે હોવાની માહિતી મળી હતી.
વાપી ટાઉન પીઆઇ એમ.જે.ડાભી અને પોલીસ સ્ટાફે ઉત્તરપ્રદેશ વતન પહોંચી કથિત અપહ્યત તૌફિક ચૌધરીને લઇ વાપી પહોંચી હતી.

મકકા-મદીના સુધી ફરી આવ્યો

તૌફિકે પોલીસને જણાવ્યું હતું કે, વાપીથી ભાગીને તે મુંબઇ ગયો હતો.થોડા દિવસ ત્યાં રોકાયા બાદ ફરી વાપી આવીને મકકા મદીના પહોંચી ગયા હતા ત્યારબાદ અજમેર અને લખનાૈ થઇ ઉત્તરપ્રદેશના ગોન્ડા સ્ટેશને હમાલીનું કામ કરીને વતન માલદાગામમાં પહોંચયો હતો. આમ તૌફિક પોલીસના હાથે ઝડપાય જતા છેલ્લા ત્રણ વર્ષથી ચાલી આવતું અપહરણના નાટકનો અંત આવ્યો હતો.

તૌફિકે કોની પાસેથી કેટલા રૂપિયા લીધેલા

તૌફિક ચૌધરી પોતાના જમીનના દસ્તાવેજ ઉપર લાખો રૂપિયા લીધા હતા. તૌફિક જેના રૂમમાં રહેતો હતો તે કસ્મિત ટ્રેડર્સના માલિક સુરેશ પ્રજાપતિ પાસેથી ૨૮ હજાર ,રમાશંકર દલગંજન ગુપ્તા પાસેથી ૭.૫૦ લાખ અને મદન ગોપાલ રામચંદ્ર પાસેથી ૫૦ હજાર રૂપિયા લીધા હતા.જ્યારે છીરીના નઇમખાન પાસેથી પણ ૭.૫૦ લાખ લીધા હતા.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
10 + 1


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Who looks hotter in red bikini?
Premiere of 'Madhubala - Ek Ishq Ek Junoon'
Just Added

प्रदर्शनी में लोकनृत्यों की घटा देखने को मिली
Jism 2
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.