-પાદરામાં તંત્ર દ્વારા જેમ તેમ પાર્ક કરાતાં વાહનો સામે સપાટો બોલાવાતાં ગમે ત્યાં વાહન પાર્ક કરતાં ચાલકોમાં ફફડાટ ફેલાયો.
-એસ.ટી.ડેપોની નજીક ગમે ત્યાં પાર્ક કરીને ચાલકો બિન્દાસ ફરે છે
પાદરા એસ.ટી.ડેપો પાસે પેસેન્જરમાં ફરતા ખાનગી વાહનો ગામે ત્યાં પાર્ક કરીને મેજીસ્ટ્રેટના હુકમ નામાનો ભંગ કરી રહેલા ૮ વાહન ચાલકોની ધરપકડ કરીને જેલ ભેગા કર્યાં હતાં. આ બનાવમાં ગમે ત્યાં વાહન પાર્ક કરતાં વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
બનાવની વિગત પ્રમાણે પાદરાના એસ.ટી.ડેપો પાસે મેજીસ્ટ્રેટનું હુકમ નામુ પોલીસે જાહેર કરેલ છે. જેમાં પેસેન્જરમાં ફરતા કોઇ પણ વાહન પાર્ક કરવા નહિં પરંતુ બુધવારે ૪ વાહનોના અને ગુરુવારે ૪ વહનો જેમાં રીક્ષા, મેજીક, છકડાના ચાલકોએ પોતાના વાહનો નેડે તે રીતે પાર્ક કરેલા હતાં. અને જાહેરનામાનો સરેઆમ ભંગ કરી રહેલા હતાં. તેવું પાદરા પોલીસના સ્ટાફને ધ્યાનમાં આવતાં તેઓની વાહન સાથે ધરપકડ કરીને જેલ ભેગા કર્યાં હતાં. આ બનાવ બનતા ખાનગી વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.