Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Daxin Gujarat >> Latest News >> Valsad
 

કોલ્ડ વેવથી વલસાડ પંથક થરથર્યું, પારો ૮ ડિગ્રી

 
Source: Bhaskar News, Valsad   |   Last Updated 2:23 AM [IST](09/02/2012)
 
 
 
 
 
ઠંડીની ભીંસમાં વલસાડ જિલ્લો પણ સપડાયો,મહત્તમ પારો પણ ઘટ્યો

વલસાડમાં પણ ઠંડીની અસર સથવારે બુધવારે પવનના સુસવાટા ચાલ્યા હતા. કોલ્ડ વેવ વચ્ચે હાડકાં થીજી જાય તેવી ઠંડીના કારણે લોકો ઠુઠવાયા હતા. વહેલી સવારે શાળાએ જતાં બાળકોની હાલત કફોડી બની હતી. આ સાથે કામકાજ અને નોકરી ધંધે જનારા તથા ટ્રેન અને બસના મુસાફરો પણ કપરી સ્થિતિમાં મુકાયા હતા. બુધવારે શિયાળાની ઋતુ દરમિયાન છેલ્લા ચાર સપ્તાહમાં ત્રીજીવાર દાયકાનું સૌથી નીચું તાપમાન ૮ ડિગ્રી નોંધાયો હતો.

છેલ્લા એક માસથી હવામાનમાં ઊતાર-ચઢાવ થઇ રહ્યું છે. વલસાડમાં ગત જાન્યુઆરીએ દાયકાનું સૌથી નીચુ ૮ ડિગ્રી તાપમાન નોંધાતા લોકો કડકડતી ઠંડીથી ધ્રુજી ઉઠ્યા હતા. ત્યારબાદ ચાર સપ્તાહના સમય ગાળા દરમિયાન ન્યુત્તમ તાપમાન ૯ થી ૧૦ ડિગ્રી વચ્ચે રહ્યું હતું. ત્યારબાદ થોડી વધઘટ સાથે તા.૨૨ થી ૨૮ જાન્યુઆરી દરમિયાન લઘુત્તમ તાપમાન ૧૩ થી ૧૧ડિગ્રી નોંધાતા ઠંડીનું પ્રમાણ ઘટયું હતું. જો કે૨૯ જાન્યુઆરીએ ફરીથી કાતિલ ઠંડી શરૂ થતાં લઘુત્તમ તાપમાનનો પારો ગગડીને ૮.૦૨ ડિગ્રી નીચો ઊતરી ગયો હતો.

ફેબ્રુઆરીનો પ્રારંભ થતા જ સરેરાશ ૧૩ ડિગ્રી વચ્ચે ઠંડીનો પારો ઉપર નીચો થતો રહ્યો હતો, પરંતુ ૮ ફેેબ્રુઆરીએ ફરીથી પાંચ ડિગ્રીના ઘટાડા સાથે ૮ ડિગ્રી થઇ જતાં કોલ્ડ વેવ સર્જાયું હતું. કાતિલ ઠંડીની અસરથી ગાત્રો થીજી જાય તેવી સ્થિતિ સર્જાતા લોકોમાં ધ્રુજારો વ્યાપી ગયો હતો. આટલું ઓછુ હોય તેમ દિવસભર ૧૨ કિ.મી.ની ગતિએ તેજ પવનના સુસવાટા ફુંકાતા લોકોએ કામ સિવાય ઘરમાંથી બહાર નીકળવાનું ટાળ્યું હતું. સુર્યાસ્ત બાદ મોડી સાંજે તો શહરના માર્ગો પણ સુમસામ ભાસી રહ્યા હતા.

એક દિવસમાં પાંચ ડિગ્રી પારો ગગડ્યો

એક જ દિવસમાં લઘુત્તમ તાપમાન પાંચ ડિગ્રી નીચું ગગડી ગયું હતું. આ સંજોગો વચ્ચે ૧૨ કિ.મી.ની ઝડપે દિવસભર ભેજયુકત ઠંડા પવનના ફુંકાયેલા વાયરાથી વાતાવરણમાં આકરી શીતળતા છવાઇ ગઇ હતી. મહત્તમ તાપમાન ગત રોજ મંગળવારના ૨૭.૦૫ થી એક ડિગ્રી ઘટીને ૨૬.૦૬ ડિગ્રી સિલ્સયસ નોંધાતા લઘુત્તમ અને મહત્તમ બંન્ને તાપમાનનો પારો ગગડતાં માહોલ ઠંડક છવાઇ ગઇ હતી.

આગામી બે રાત સુધી કાતિલ ઠંડીની આગાહી

અમદાવાદ સ્થિત મેટ્રોલોજીકલ સેન્ટર દ્વારા આગામી બે રાત સુધી ઠંડીનું જોર વધુ રહેવાની અને શિત લહેરની આગાહી છે. વલસાડ જિલ્લામાં બુધવારનું મહત્તમ ૨૬.૪ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૮ ડિગ્રી રહ્યું હતું. આ સંદર્ભે તેમણે ગુજરાત સાથે દમણ, દિવ અને દાદરાનગર હવેલીના લોકોને પણ સચેત રહેવા મેટ્રોલોજીકલ સેન્ટરે એક યાદી દ્વારા જણાવ્યું છે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
1 + 6


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Who looks hotter in red bikini?
Premiere of 'Madhubala - Ek Ishq Ek Junoon'
Just Added

प्रदर्शनी में लोकनृत्यों की घटा देखने को मिली
Jism 2
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.