આજે રમા એકાદશી સાથે દીપોત્સવીના પર્વની ઉજવણીનો આરંભ
આજે રમા એકાદશીથી લઇ છેક લાભપાંચમ સુધી પર્વો ઉજવાશે
દીપોત્સવી પર્વનો આરંભ તા.૨૩ ઓક્ટોબરે રમા એકાદશીથી થઈ રહ્યો છે. આસો વદ-અગિયારસને રવિવારને ૨૩મી ઓક્ટોબરે રમા એકાદશીના પર્વે ચાતુમૉસની એકાદશી કરતા હોય તેમણે ઉપવાસ કરવો અને કેળાનો પ્રસાદ ધરીને ભગવાન શ્રીધરનું પૂજન કરવું. રવિવારે સવારે અગિયારસ જ્યારે બપોરે વાક્બારસનું પર્વ છે.
જયોતિષાચાર્ય ડૉ. મહેશભાઇ દશોરાના જણાવ્યા પ્રમાણે, વિક્રમ સંવતના આવતા, નવા કારતકી વર્ષ ૨૦૬૮ના પ્રારંભે ધોકો નથી. આ સાથે અમાવાસ્યા ૨૬ ઓક્ટોબરે ઉજવાશે, જેથી વિક્રમ સંવતના નવા વર્ષનો પ્રારંભ ૨૭મી ઓક્ટોબરના ગુરુવારથી થશે. આ દિવસે બલિપૂજન, ગોવર્ધનપૂજા કરાશે અને અન્નકૂટ ઉત્સવ મનાવાશે. ત્યાર બાદ તા.૨૮ ઓક્ટોબર ભાઈબીજની ઉજવણી કરવામાં આવશે.પંચાંગ પ્રમાણે ધનતેરસથી ત્રણ દિવસના વ્રતનો પ્રારંભ થશે. તેરસની પૂણૉહુતિ ૨૪ ઓક્ટોબર જ થશે અને ૨પમી ઓક્ટોબરને મંગળવારે ચૌદસનો પ્રારંભ થશે. કાળીચૌદસના પર્વે મંત્ર-તંત્રની સાધનાનું સવૉધિક મહત્વ છે.
કાળીચૌદસની રાત્રે સ્મશાનમાં જઇ સાધના કરવાની પરંપરા છે. ૨૬ ઓક્ટોબરે અમાસ સૂર્યોદયથી શરૂ થઇ બીજા દિવસે વહેલી સવારે પ-૧૭ સુધી રહે છે. સાયંકાળ વ્યાપિની અમાવાસ્યા છે. ચિત્રા નક્ષત્ર રાત્રીનાં ૨૧-૪૪ સુધી છે. ત્યાર પછી સ્વાતિ નક્ષત્ર શરૂ થાય છે. બંને નક્ષત્રોમાં ચોપડાપૂજન - લક્ષ્મીપૂજન-શારદાપૂજન કરી શકાય છે. દિવાળીએ દર્શ અમાસ છે. મહાવીર સ્વામીનો નિવૉણદિન છે. કારતક સુદ એકમ ગુરુવાર તા.૨૭-૧૦-૨૦૧૧ના રોજ પ્રતપિદા(એકમ) તિથિ છે.
સૂર્યોદયાત સ્પષ્ટ એકમ તિથિ હોવાથી નવા વર્ષનું મુહૂર્ત કરી શકાય. જૈન વીર સંવત ૨પ૩૮નો શુભારંભ થશે. કારતક સુદ બીજ શુક્રવાર તા. ૨૮-૧૦-૨૦૧૧ના રોજ બીજ તિથિ છે. આ દિવસે ભાઇબીજ, યમબીજ ઊજવવાની પરંપરા છે. આ દિવસે ગંગા યમુનાનું મહત્વ શાસ્ત્રોમાં દર્શાવ્યું છે. ભાઇ-બહેનનાં પરમ અને પવિત્ર સ્નેહનું આ પર્વ છે. દીપોત્સવીના પર્વનું અંતિમ ચરણ કારતક સુદ પાંચમ સોમવાર તા. ૩૧-૧૦-૨૦૧૧ના રોજ લાભપાંચમના પર્વ સ્વરૂપે ઉજવાશે. આ દિવસને જન જ્ઞાનપંચમી, સૌભાગ્યપંચમી તથા પાંડવપંચમી છતરીકે પણ ઓળખાવાય છે. આ દિવસે વેપાર-ધંધાના મુહૂર્તનો સમય સવારે ૦૬-૪૭થી ૦૮-૧૭ તથા ૦૯-૪પથી ૧૧-૧૬ સુધીનો છે.
૯ ગુણ ધારણ કરવાથી વ્યક્તિ ધનવાન બને
દિપાવલી પર્વના અધિષ્ઠાત્રી દેવી એટલે શ્રી લક્ષ્મીજી. તે ધનની દેવી છે. સાંપ્રત યુગમાં જેના જીવનમાં ધન લક્ષ્મી હોય તો તે વ્યક્તિ ખુબ સુખી કહેવાય છે. આ લક્ષ્મીજી નવ ગુણોથી સંપન્ન છે. જો વ્યક્તિ તેના જીવનમાં નવગુણો ધારણ કરે તો શ્રી લક્ષ્મીજી કાયમ તેના ઘરમાં વાસ કરે છે અને વ્યક્તિ ધનવાન બને છે.
વિભૂતિ : જે લોકો સાંસારિક જવાબદારી અને દાનરૂપી કર્તવ્ય પેણ્ય રીતે નિભાવે તેને વિભૂતિ કહેવાય. જે લક્ષ્મીની પ્રથમ શક્તિ છે.
નમ્રતા : શ્રી લક્ષ્મીજી પ્રસન્નતા મેળવવા માટે જીવનમાં નમ્રતા જરૂરી
ક્રાંતિ : વ્યક્તિના જીવનમાં વિભૂતિ અને નમ્રતાના સમન્વયથી ક્રાંતિ આવે છે. અથૉત્ લક્ષ્મીજીના આ ગુણથી વ્યક્તિના જીવનમાં તેના ચહેરા ઉપર વિશિષ્ટ તેજ ક્રાંતિ આવે છે.
તૃષ્ટિ : ઉપરના ત્રણ ગુણના સંગમથી વાણી-વર્તનમાં નિયંત્રણ આવે છે. વિવેક જન્મે છે. વિવેકથી પ્રગતિ થાય છે.
કીર્તી : લક્ષ્મીજીનાં આ ગુણથી સ્વાભાવિક રૂપેજ સમાજમાં વ્યક્તિનો યશ વધે છે કીર્તી ફેલાય છે.
કૃપાદ્રષ્ટિ : કીર્તી અને સાધનાથી વ્યક્તિના જીવનમાં કૃપા દ્રષ્ટિ આવે છે.
તૃષ્ટિ : શ્રી લક્ષ્મીજીના કૃપાથી વ્યક્તિ સંતોષ અનુભવે છે.
ઉત્કૃષ્ટિ : શ્રી લક્ષ્મીજીની કૃપાથી જીવનમાં રહેલા હાનિદોષનો અંત આવે છે તેને ઉત્કૃષ્ટ કહેવાય.
રિધ્ધિ : રિધ્ધી એટલે બુદ્ધિ. બુદ્ધિ એટલે આત્મબોધ. શ્રી લક્ષ્મીજીનાં આઠ ગુણ આવ્યા બાદ રીધ્ધી આપોઆપ જીવનમાં આવે છે.
ખાસ અત્યારે દિવાપલી પર્વ ચાલે છે ત્યારે શ્રીલક્ષ્મીજીની ઉપાસના કરવાથી તેની કૃપા મેળવી વ્યક્તિ જીવનમાં આ નવ ગુણો ધીરે-ધીરે પ્રાપ્ત કરે છે. અંતમાં તે ધનવાન બને છે. અને ફળ સ્વરૂપે ઘરમાં સુખ સંપત્તિ અને વૈભવ આવે છે.