-દિલ્હી, ઉજૈન, સુરત અને વડોદરા તેમજ વિદેશથી પણ જૈન શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહશે
ભરૂચ શહેરમાં દિગમ્બર જૈન સમાજના નુતન જૈન મંદિર ખાતે ૧૦૮ ચિંતામણી પાર્શ્વનાથ દિગમ્બર જૈન મંદિરનું નિર્માણ કાર્ય પુરુ કરતા ગુરુવારથી પંચકલ્યાણ પ્રતિષ્ઠાનો પ્રારંભ થયો હતો.
સવારે પ્રજ્ઞાસાગરજીને જિનબિમ્બોને હાથી પર બેસાડીને વેદી પર લાવવામાં આવ્યા હતાં ત્યારબાદ પંડિત શ્રેયાંસ પ્રસાદ ઉપાધ્યાયે ધ્વજારોહણ હરાવ્યું હતું. આજનો પ્રથમ દિવસ ગર્ભકલ્યાણકનો હોઈ મુનિ પ્રજ્ઞાસાગરજીએ આજની સળગતી સમસ્યા તથા બેટી બચાવો વિષય પર પ્રવચન કર્યું હતું. કળશ સ્થાપન દશ દિકપાલના કળશોની સ્થાપના અને મુનિના પાદ્ પક્ષાલન બાદ યાગમંડલ વિધાન પ્રતિષ્ઠાચાર્ય દ્વારા સંગીતમય શૈલીમાં ભણાવવામાં આવ્યું હતું.
ઉદેપુરથી પધારેલ બોલી સમ્રાટ ભુરીલાલ જૈન ભાસ્કરજી તથા નિર્મલ કુમાર દ્વારા ર્તીથકર પાશ્ચર્નાથના ગર્ભકલ્યાણ, જન્મ કલ્યાણ, તપ કલ્યાણક, કેવલજ્ઞાન કલ્યાણ, મોક્ષ કલ્યાણકના તમામ પ્રસંગો મંચસ્થા કરાવવામાં આવશે. આ સાથે સ્થાનિક સમાજની મહિલામંડળ તરફથી નૃત્ય, નાટિકા, ગરબાનો વિશેષ કાર્યક્રમ પણ યોજાશે. દિલ્હી, ઉજજૈન, સુરત, વડોદરા તથા વિદેશથી પણ ભાવિક ભકતો મોટી સંખ્યામાં પધાર્યા છે.