-સૈચ્છિક સંસ્થાનું પોતાનું બંધારણ/પેટાનિયમો અને ગવિન્ર્ાંગ બોડી હોવી જોઇએ
-સ્વૈચ્છિક સંસ્થાનના ર્બોડ મેમ્બરનો ગુનાહિત ઇતિહાસ હોવો જોઇએ નહી
-ર્બોડ મેમ્બર કે સીઇઓ કોઇ ધાર્મિક સંસ્થા સાથે જોડાયેલા હોવા જોઇએ નહી
વલસાડ પ્રાયોજના વહીવટદારની કચેરી દ્વારા આદિજાતી વિકાસ પ્રયોજનાના વિવિધ કામોની ફાળવણી કેટલીક ચોક્કસ સંસ્થાઓને જ અપાઇ રહ્યા હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી રહી છે. કચેરી દ્વારા આ કામો જે તે સંસ્થાને ચોક્કસ ધારાધોરણો હેઠળ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, તેમના દ્વારા જે સંસ્થાને કામ અપાઇ રહ્યા છે તે સંસ્થાઓ માન્ય છે કે નહી તેની ઉપર વ્યાપક સવાલો ઉઠી રહ્યા છે.
પ્રાયોજના વહીવટદાર કચેરી દ્વારા વખતો વખત ગ્રામ્ય પંથકમાં લોક ઉત્થાન માટેના કામોની ફાળવણી કરવામાં આવતી હોય છે. તેમના દ્વારા આ માટે વર્ષ ૨૦૦૯ માં પણ કેટલાક કામોની ફાળવણી કરવામાં આવી હતી. જેમાં તેમના દ્વારા અપાયેલા તાલિમ, રોજગાર અને ઉદ્યોગના મથાળા હેઠળના કામો કેટલીક ચોક્કસ સંસ્થાને જ આપવામાં આવ્યા હોવાની માહિતી મળતાં ધરમપુરના આરટીઆઇ એક્ટિવિસ્ટે તેમની પાસેથી તાલિમ વર્ગોની મંજૂરી અને સંસ્થાના કામની વિગતો માંગી હતી. કચેરી પાસેથી આ કામ કઇ સંસ્થાઓને આપ્યા છે અને કયા ધારાધોરણો હેઠળ અપાયા છે તે સંદર્ભની માહિતીની માંગણી કરી હતી. આ માહિતી આપવા માટે કચેરી દ્વારા તેમને કઇ સંસ્થાઓને કામો અપાયા છે. તેની માહિતી તો અપાઇ હતી, પરંતુ એ સંસ્થા સરકારે જાહેર કરેલા ધારા ધોરણો મુજબની છે કે નહી તેની માહિતી હજુ સુધી પૂરી પડાઇ નથી. આ માટે પ્રાયોજના વહીવટદારની કચેરી દ્વારા માહીતી માટે એક બીજાને ખો અપાઇ રહી છે. જેના પગલે એક્ટિવિસ્ટે મુખ્યમંત્રી અને રાજ્યપાલ સુધી ફરિયાદ કરી છે પરંતુ આ સંદર્ભે હજુ સુધી તેમને પૂરતી માહીતી મળી શકી નથી.
આ શરતોને આધારે જ સંસ્થાને કામો મળી શકે છે
-સંસ્થાની નોંધણી નીચેના કોઇપણ એક મુજબ હોવી જોઇએ
-સોસાયટિ રજિસ્ટ્રેશન એક્ટ- ૧૮૬૦
-કોઓપરેટીવ સોસાયટી એક્ટ ૧૯૧૨
-ચેરીટેબલ અને રિલીજીયન એક્ટ ૧૯૨૦
-ઇન્ડિયન ટ્રસ્ટ એક્ટ ૧૯પ૦
-ઇન્ડિયન કંપની એક્ટ ૧૯પ૦
-સૈચ્છિક સંસ્થાનું પોતાનું બંધારણ/પેટાનિયમો અને ગવિન્ર્ાંગ બોડી હોવી જોઇએ
-સ્વૈચ્છિક સંસ્થાનના ર્બોડ મેમ્બરનો ગુનાહિત ઇતિહાસ હોવો જોઇએ નહી
-ર્બોડ મેમ્બર કે સીઇઓ કોઇ ધાર્મિક સંસ્થા સાથે જોડાયેલા હોવા જોઇએ નહી
-સ્વૈચ્છિક સંસ્થાને સરકારી વિભાગ કે અન્ય નાણાંકિય સંસ્થા દ્વારા કાળી યાદીમાં મુકાયેલી હોવી જોઇએ નહી
-સંબંધિત યોજનાની કામગીરી માટે લઘુત્તમ ૩ વર્ષનો અનુભવ
-અગાઉ કરેલી કામગીરી માટેના પ્રમાણ પત્ર તેમજ તમામ પુરાવા હોવા જોઇએ
-સંસ્થા નવી હોય તો સંબંધિત કામગીરીનો એક વર્ષનો અનુભવ
-તાલીમ, રોજગાર અને ઉદ્યોગની આ છે યોજના
-ઉચ્ચ કૌશલ્ય તાલિમ
-સ્થાનિક રોજગારીને ધ્યાનમાં રાખીને સેમી સ્કીલ તાલીમ કાર્યક્રમ
-પરંપરાગત ધંધા રોજગાર વિષયક તાલિમ