Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Daxin Gujarat >> Latest News >> Navsari
 

નવસારીમાં ભાજપની વિકાસ રેલીમાં અગ્રણીઓ જોડાયા

 
Source: Bhaskar News, Navsari   |   Last Updated 12:01 AM [IST](10/10/2011)
 
 
 
 
 
નવસારી શહેરના માર્ગો ઉપર રેલી ફરી

નરેન્દ્ર મોદીના ૧૦ વર્ષના મુખ્યમંત્રીના શાસનકાળને વિકાસકામ લેખાવી ભાજપે રવિવારે નવસારીમાં વિકાસ રેલી કાઢી હતી. નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી તરીકે સમયગાળાને હાલમાં જ ૧૦ વર્ષ પૂર્ણ થયા છે. આ સમયગાળાને ભાજપ ગુજરાતના વિકાસનો સુવર્ણયુગ લેખાવી રહ્યું છે. આ ૧૦ વર્ષના સમયને વિકાસ તરીકે સાંકળી ભાજપે નવસારી શહેરમાં વિકાસકૂચનું આયોજન કર્યું હતું.

રવિવારે સવારે નવસારીના જલાલપોર વિસ્તારમાં આવેલા લીમડાચોક પાસેથી વાહનોની વિકાસ રેલીને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી મંગુભાઈ પટેલે ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. રેલી લીમડાચોકથી જલાલપોર, ઘેલખડી, સ્ટેશન વિસ્તારથી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી નવસારી નગરપાલિકા કચેરી આવી હતી.

રેલીમાં મંગુભાઈ પટેલ ઉપરાંત જિલ્લા ભાજપ પ્રમુખ અશોક ધોરાજીયા, શહેર પ્રમુખ કરસનભાઈ ટીલવા સહિત ભાજપના મહત્તમ અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.

રેલીમાં સામેલ ભાજપી કાર્યકરોએ નરેન્દ્ર મોદીના ૧૦ વર્ષના શાસનની જયજયકાર કરી હતી. કાર્યકરોએ રેલી દરમિયાન ભાજપના શાસનમાં થયેલ વિકાસના કામો પરત્વે લોકોનું ધ્યાન દોર્યું હતું. રેલીને શહેરમાં ઠેર ઠેર ભારે આવકાર મળ્યો હતો.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
9 + 2


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Who looks hotter in red bikini?
Premiere of 'Madhubala - Ek Ishq Ek Junoon'
Just Added

प्रदर्शनी में लोकनृत्यों की घटा देखने को मिली
Jism 2
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.