સગાઇ બાદ પુત્રીને સ્વીકારવાના માતા-પિતાના ઇન્કારથી ચકચાર

ભરૂચના ઝાડેશ્વર રોડ ઉપર રહેતાં યુગલની ફિલ્મ જેવી કહાણી બે પરિવારો વચ્ચે વૈમનસ્યના પગલે યુવક અને યુવતીની હાલત સુડી વચ્ચે સોપારી જેવી
ભરૂચના ઝાડેશ્વર રોડ ઉપર આવેલાં મહાદેવ નગર વિસ્તારમાં રહેતી યુવતી તેમજ યુવકના પરિવારજનોની સંમતીથી વિવાહ થયાં બાદ પરિવારજનો વચ્ચે વૈમનસ્ય સર્જાતા વિવાહ તોડવાની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું પરંતુ યુવક અને યુવતી લગ્ન કરવા માટે મક્કમ રહેતાં યુવતીના માતા-પિતાએ દિકરીને ઘરે પરત લેવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દેતાં આખરે યુવતીને નારી સંરક્ષણ કેન્દ્રમાં મુકવાની ફરજ પડી હતી.
મહાદેવનગર વિસ્તારમાં રહેતાં જશવંતસિંગ અમરસિંગ યાદવ તેમજ વિસ્તારમાં જ રહેતાં અજીતસિંહ સુતરિયા પરિવારજનોએ તેમના સંતાનોને લગ્નના તાંતણે જોડવાનો નિર્ધાર કરતાં જશવંતસિંગની પુત્રી પારૂલ તેમજ અજીતસિંહના પુત્ર ધર્મેન્દ્રસિંગના વિવાહ થયાં હતાં. સાત મહિના ઉપરાંતથી તેમના વિવાહ થઇ ગયાં હોઇ બન્ને વચ્ચે પ્રેમ પ્રાંગર્યો હતો.
બીજી તરફ સમયાંતરે બન્ને પરિવારના મોભીઓ વચ્ચે કોઇ કારણસર વૈમનસ્ય સર્જાતાં તેમણે બન્નેના વિવાહ તોડવાની કવાયતમાં લાગી ગયાં હતાં. જોકે પારૂલ તેમજ ધર્મેન્દ્રસિંગે સાથે વિતાવેલો સમય ભુલી નહીં શકતાં તેમણે પરિવારજનોના નિર્ણયને નકારી દઇ બન્ને એકબીજા સાથે જ લગ્ન કરશે તેમ પરિવારજનોને જણાવી દીધુ હતું.
પુત્ર ધર્મેશની ઇચ્છાને તાબે થઇ તેમના લગ્ન કરાવવા માટે તૈયાર થયા હતાં પરંતુ પાયલને લગ્નગ્રંથીથી જોડાયા બાદ જ પોતાના ઘરમાં લેશે તેવી શરત મુકી હતી. બીજી તરફ પાયલને તેના માતા-પિતાએ પણ ઘરમાં લેવાની ના પાડી દેતાં તેને નારી સંરક્ષણ કેન્દ્રમાં મુકી દેવામાં આવી હતી.
પાયલને નારી સંરક્ષણ કેન્દ્રમાં મુકાઇ
પાયલ તેમજ ધર્મેશની પ્રણય કહાણીએ પંથકમાં ચકચાર જગાવી છે. પાયલને લગ્ન બાદ જ ઘરમાં લેવાની શરત ધર્મેશના પિતાએ મુકી હતી જ્યારે પાયલના પરિવારજનોએ તેને ઘરમાં જ લેવાનો ઇન્કાર કરતાં આખરે તેને નારી કેન્દ્રમાં મુકવામાં આવી હતી. ધર્મેશના પરિવારે પાયલ સાથે તેના ર્કોટ મેરેજ કરાવ્યા બાદ ઘરમાં લેવાની જીદ પકડી રાખતાં પાયલ તેમજ ધર્મેશ મુશ્કેલીમાં મુકાઇ ગયો હતો.






