Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Daxin Gujarat >> Latest News >> Valsad
 

પ્રો-રેટા સિસ્ટમના પ્રકરણમાં દાનહ પ્રશાસનને લપડાક

 
Source: Bhaskar News, Vapi   |   Last Updated 12:49 AM [IST](02/09/2010)
 
 
 
 
Advertisement
 
ઉચ્ચ અભ્યાસ માટે ૨૦ વર્ષ જુની પ્રથાનો અમલ કરી બેન્કની ફાળવણી કરવાનો હાઇકોર્ટનો આદેશ

મેડિકલ અને એન્જિનિયરિંગની બેઠકની ફાળવણીમાં ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને લાભ કરાવવા દાદરા નગર હવેલી પ્રશાસનના નિર્ણય સામે સીપીએસઇ વિદ્યાર્થીના વાલીઓએ મુંબઈ હાઇકોર્ટમાં દાખલ કરેલી પાલિકામાં મંગળવારે મહત્વપૂર્ણ ચુકાદો આપી પ્રશાસકને જુની પ્રથા મુજબ બેઠકની ફાળવણી કરવાનો આદેશ કરતા પ્રશાસનને મોટી લપડાક મળી છે.

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં ઉચ્ચ અભ્યાસ માટે મેડિકલની ૭, ફાર્મસીની ૩, એન્જિનિયરિંગની ૨૫ બેઠક તથા સેલવાસની એસએસઆરની ૧૨ બેઠક અનામત રાખવામાં આવી છે.

પ્રશાસન દ્વારા છેલ્લાં ૨૦ વર્ષથી કોઇપણ જાતના ભેદભાવ વિના મેરીટના આધારે વિદ્યાર્થીઓને અનામત બેઠકનો લાભ મળતો હતો. સીબીએસઇ બોર્ડના વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓથી વધારે સ્કોલર હોવાથી અનામતનો સીધો લાભ સીબીએસઇ બોર્ડના વિદ્યાર્થીઓને મળતો હતો. આખરે આ વર્ષે પ્રશાસન દ્વારા ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને લાભ પહોંચાડવા માટે પ્રો-રેટા સિસ્ટમ અંતગર્ત બેઠકોની ફાળવણી કરવાનો નિર્ણય લેવાયો હતો.

પ્રશાસનના આ નિર્ણયનો વિરોધ કરવા માટે સીબીએસઇ બોર્ડ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા મુંબઇ હાઇકોર્ટમાં પ્રશાસનના આ નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. હાઇકોર્ટમાં બે વખત થયેલી સુનાવણીના અંતે મંગળવારે હાઇકોર્ટમાં ન્યાયાધીશ ચંદ્રસુર અને શાહે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ નિર્ણય સંભાળ્યો હતો કે, અનામત બેઠકની ફાળવણી અંગે થયેલી જાહેરાતમાં ૧૯૯૯ના નિયમનો ઉલ્લેખ કરાયો છે.

જાહેરાત મુજબ ૨૦ વર્ષથી ચાલતી આવતી પ્રથાનો અમલ કરી તે મુજબ જ ઉચ્ચ અભ્યાસ માટે બેઠકની ફાળવણી કરવાનો આદેશ કોર્ટે આપતા ફરી એકવાર પ્રશાસન પોતાના નિર્ણયમાં લપડાક ખાવાની નોબત આવી છે. આ નિર્ણયને લઈને વિદ્યાર્થીઓના વાલીઓએ સંતોષની લાગણી વ્યક્ત કરી છે.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
10 + 9


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.