કંપનીની વિવિધ પ્રોડકટ્સ, ટેક્નોલોજી અને નવા પ્રોજેક્ટ વિશે ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી
ડેમોક્રેટિક રપિબ્લિક ઓફ કોંગો ના ભારત ખાતેના એલચી ફ્રાંસવા બાલુમૈને નકુનાએ તાજેતરમાં ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઈઝર્સ કંપની ભરૂચની મુલાકાત તેમના સેક્રેટરી બેયા નકારામા સાથે લીધી હતી.
આ પ્રસંગે કંપનીના એમોનિયમ, યુરિયા અને નાઈટ્રોફોસ્ફેકટ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. કંપનીના મેનેજીંગ ડિરેક્ટર એ.એમ.તિવારી તથા ઉચ્ચ અધિકારીઓ સાથે કંપનીની વિવિધ પ્રોડકટસ, ટેક્નોલોજી, નવા પ્રોજેક્ટ વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
જીએનએફસી વિશેની વિવિધ માહિતી દર્શાવતું પ્રેઝન્ટેશન જોઈ ડેમોક્રેટિક રપિબિ્લક ઓફ કોંગો અને જીએનએફસી સાથે બિઝનેસ શક્યતાઓ અંગે ચર્ચા કરી હતી. તેઓ કંપની સંચાલિત નર્મદા વિદ્યાલય હોસ્પિટલ, સ્પોર્ટસ કોમ્પલેક્ષની મુલાકાત લઈ એસએન્ડ આર ક્લબ યોજીત નવરાત્રિ ગરબામાં પણ ઉંડાણપૂર્વક રસ દાખવ્યો હતો.
જીએનએફસીની વિવિધ પ્રોડકટસ, ટેક્નોલોજી, નવા પ્રોજેક્ટ, સામાજિક પ્રતબિદ્ધતા તથા ખેડૂત લક્ષી ખેતી અંગેની માહિતી મેળવી તેઓ પ્રભાવિત થઈ સંતોષ વ્યક્ત કર્યો હતો.